મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વેરાવળમાં લવ જેહાદનો કિસ્સો: પરણિત મુસ્લિમ યુવાને હિન્દુ યુવતીને ફસાવી પ્રેમજાળમાં, હોટલમાં આચર્યું દુષ્કર્મ

રાજ્યના વેરાવળમાંથી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. હિન્દુ યુવત

વેરાવળમાં લવ જેહાદનો કિસ્સો: પરણિત મુસ્લિમ યુવાને હિન્દુ યુવતીને ફસાવી પ્રેમજાળમાં, હોટલમાં આચર્યું દુષ્કર્મ

રાજ્યના વેરાવળમાંથી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. હિન્દુ યુવતીને પરણિત મુસ્લિમ શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને લાલચ આપીને હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે યુવતીને સમગ્ર બાબતની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીની ઓળખ અમર જીકાણી તરીકે થઈ છે.

આરોપીના ત્રાસથી યુવતીએ વેરાવળ પણ છોડવું પડ્યું

આરોપીના ત્રાસથી યુવતીએ વેરાવળ પણ છોડવું પડ્યું હતું તેવા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા.  આરોપી વિરુદ્ધ પોલીસે FIR દાખલ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કુખ્યાત છે અને તેની વિરુદ્ધ અનેક ગુના નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો: રાજકોટ: સગપણ તોડીને પ્રેમી સાથે યુવતી રફુચક્કર, મન:દુખ રાખી યુવાને યુવતીની કાકી પર કર્યો એસિડ હુમલો

પરણિત મુસ્લિમ શખ્સે યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

વેરાવળના છાત્રોડા ગામના પાટિયા નજીકની હોટલમાં આરોપી યુવતીને લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી  અમર જીકાણી વિરુદ્ધ દુષ્કર્મ, એટ્રોસીટી એકટ સહિતની કલમો લગાવી છે.

આ સમાચાર શેર કરો