મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ Ahmedabad: બાવળા પાલિકામાં ભાજપ સદસ્યનો મિત્રો સાથે દારુ પાર્ટીનો વીડિયો વાયરલ

Ahmedabad News: દારુબંધી ગુજરાતમાં ફરી એકવાર દારુ પાર્ટીનો વીડિયો સામે આવ્યો છે. અમદાવાદમાં ભાજપ નેતા દારુ પ

Ahmedabad News: દારુબંધી ગુજરાતમાં ફરી એકવાર દારુ પાર્ટીનો વીડિયો સામે આવ્યો છે. અમદાવાદમાં ભાજપ નેતા દારુ પાર્ટીની મહેફિલ માણતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. અમદાવાદના બાવળા ભાજપના દંડક અને વોર્ડ નંબર 3 નગરપાલિકાના કોર્પોરેટર ઉમંગ પટેલના દારૂની મહેફિલ માણતા ફોટા અને વીડિયો વાઈરલ થયા છે.

બાવળા નગરપાલિકામાં ભાજપના વોર્ડ નંબર 3ના સદસ્ય અને દંડક ઉમંગ પટેલનો દારૂની પાર્ટી કરતો વીડિયો વાયરલ થયો છે. બાવળામાં આવેલ ઉમિયા પાર્ટી પ્લોટમાં મિત્રો સાથે દારૂની પાર્ટી કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. સમગ્ર ઘટના અંગે બાવળા પી.આઈએ જણાવ્યું હતું કે, દારૂની પાર્ટી કરતો વીડિયો અમારી પાસે આવ્યો છે અમે તેની તપાસ કરી કાર્યવાહી કરીશું.

નોંધ:- GSTV વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી. આ વીડિયોને GSTV સાથે કોઈ લેવાદેવા નથી.

આ સમાચાર શેર કરો