Ahmedabad શહેરના 20 વર્ષ જૂના 4 બ્રિજનું AUDA દ્વારા થશે ઈન્સપેક્શન, દિલ્હીથી મંગાવ્યું ખાસ મશીન
Ahmedabad News: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર તંદ્રામાંથી જાગી છે. ઠેર ઠેર શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જર્

Ahmedabad News: વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર તંદ્રામાંથી જાગી છે. ઠેર ઠેર શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત થઈ ગયેલા બ્રિજની ચકાસણી અંગે આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ બ્રિજની તપાસ અંગે કાર્યવાહી જોવા મળી છે. અમદાવાદ અર્બન ડેવેલપમેન્ટ ઓથોરિટી(AUDA) દ્વારા શહેરના બ્રિજના ઈન્સપેક્શન માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ઔડા દ્વારા ચાર બ્રિજનું ડીટેઈલ્ડ ઇન્સ્પેક્શન કરવામાં આવશે, અમદાવાદ શહેરના શીલજ, વટવા, કમોડ અને ભાટ વિસ્તારમાં આવેલા 4 બ્રિજનું ડીટેઈલ્ડ ઇન્સ્પેક્શન કરવામાં આવશે. બ્રિજ ઇન્સ્પેક્શન માટે ખાસ ડિવાઇસ દિલ્હીથી લાવવામાં આવશે તેમજ મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ દ્વારા આ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવશે.
આ ડિવાઇસ દ્વારા બ્રિજની ઝીણામાં ઝીણી બાબતનું નિરીક્ષણ થાય છે. ઔડા વિસ્તારમાં 17 મેજર અને ત્રણ માઇનોર બ્રિજ આવેલા છે. ૨૦ વર્ષથી જુના માત્ર આ ચાર બ્રિજ છે. આ 20 વર્ષ જૂના બ્રિજના ઇન્સ્પેક્શન માટે બે કંપનીને કામગીરી સોંપવામાં આવી છે.






