મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: મ્યુનિસિપલ કમિશનરને ખાડા પૂરવાની કામગીરી મામલે રાઉન્ડ લેવાની ફરજ પડી

એક મહીનામાં વરસાદના કારણે અમદાવાદના વિવિધ વિસ્તારના રોડ ઉપર પડેલા ખાડા પુરવાની તથા રોડ

Ahmedabad:  મ્યુનિસિપલ કમિશનરને ખાડા પૂરવાની કામગીરી મામલે રાઉન્ડ લેવાની ફરજ પડી


એક મહીનામાં વરસાદના કારણે અમદાવાદના વિવિધ વિસ્તારના રોડ ઉપર પડેલા ખાડા પુરવાની તથા રોડ રીસરફેસ કરવાની કામગીરી મામલે મ્યુનિસિપલ કમિશનરને રાઉન્ડ લેવાની ફરજ પડી હતી.વિરાટનગરથી સોનીની ચાલી તેમજ નિકોલ ગામ ખાતે વરસાદના કારણે ખરાબ થઈ ગયેલા રોડ ઉપર પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ. અત્યારસુધીમાં શહેરમાંથી રોડ ઉપર ખાડા પુરવાની 7326 ફરિયાદ મળી છે. આ પૈકી 6594 ખાડા પુરી દેવાયા છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વિરાટનગર વોર્ડમાં મંગળવારે સવારે મ્યુનિસિપલ કમિશનરે રાઉન્ડ લીધો હતો.વિરાટનગર બસ સ્ટેન્ડ પાસે રોડ રીસરફેસની ચાલી રહેલી કામગીરીનુ નિરીક્ષણ કર્યુ હતુ.વરસાદથી ખરાબ થયેલા રોડને લઈ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું,શહેરના તમામ રસ્તાઓ ઉપર રોજ સવારે નિરીક્ષણ કરીને જયાં પણ ખાડા હોય ત્યાં તરતજ સમારકામ કરવામા આવે છે.સવારે અને રાત્રિના સમયે જ રોડના સમારકામની કામગીરી કરવામાં આવે છે.જેનાથી દિવસ દરમિયાન નાગરિકોના કોઈપણ કામમા અડચણ ના આવે.કોર્પોરેશનને કોમ્પ્રિહેન્સીવ રીડ્રેસલ સિસ્ટમથી શહેરીજનો તરફથી ઓનલાઈન ફરિયાદ મળે છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના માધ્યમથી જે કેમેરા છે એ કેમેરામાં કોઈપણ ખાડા જોવા મળે તેનુ  તરત જ મોનિટરીંગ કરી સમારકામ કરવામાં આવે છે.કોર્પોરેશને ખાડા પુરવા અને રોડ રીસરફેસ કરવા અત્યારસુધીમાં 14500 કોલ્ડમિકસ બેગનો ઉપયોગ કર્યો છે.આ ઉપરાંત 7500 ટન જેટલા હોટમિકસ મટિરીયલનો ઉપયોગ કરાયો છે.

જેટપેચરથી નાના ખાડા પુરાઈ રહ્યા છે

કોર્પોરેશન પાસે ઈન્ફ્રા રેડ મશીનો છે.જેના દ્વારા રોડની કામગીરી કરાઈ રહી છે. હાલમાં જેટપેચરથી વિવિધ રોડ ઉપરના નાના ખાડાનુ સમારકામ થઈ રહયુ છે.પીપળજ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રતિ કલાક 180 ટનની ક્ષમતાનો હોટમિકસ પ્લાન્ટ આવેલો છે. ઉપરાંત એક ખાનગી હોટમિકસ પ્લાન્ટ પણ છે.

રોડના સમારકામ માટે આ નંબર ઉપર ફરિયાદ કરી શકાશે

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સી.સી.આર.એસ.ના  ઓનલાઈન ફરિયાદ માટેના 155303 નંબર ઉપરાંત 7567855303  વોટસઅપ નંબર  લોકો રોડને લગતી ફરિયાદ કરી શકે એ માટે જાહેર કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો