મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં રૂપાલાનો વિરોધ યથાવત, સુરેન્દ્રનગર-નર્મદા જિલ્લામાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના લાગ્યા બેનરો

લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થતાની સાથે જ હવે ગુજરાતમાં ત્રીજા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભર

રાજ્યમાં રૂપાલાનો વિરોધ યથાવત, સુરેન્દ્રનગર-નર્મદા જિલ્લામાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના લાગ્યા બેનરો

લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થતાની સાથે જ હવે ગુજરાતમાં ત્રીજા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ થઇ ગયા છે. આ વચ્ચે રાજકોટમાં ભાજપના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઇને એક રેલીમાં ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ વકર્યો હતો. હવે રાજ્યમાં સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લામાં ભાજપના નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે. રૂપાલાના વાણી વિલાસથી ક્ષત્રિય સમાજ લાલઘુમ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર-નર્મદા જિલ્લામાં ભાજપના નેતાઓના પ્રવેશબંધી પર પ્રતિબંધ

સુરેન્દ્રનગર જિલ્લાના શેખપર ગામમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે. લખતરના દેવળીયા ગામમાં પણ ક્ષત્રિય સમાજના યુવકોએ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના નાના-નાના ગામડાઓ સુધી વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.રૂપાલાના વિરોધને પગલે ભાજપના ઉમેદવારને પ્રચાર કાર્યક્રમમાં વિલંબ થઇ રહ્યો છે. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ પરત ખેચવામાં આવે. રૂપાલાની ટિકિટ પરત ખેચવામાં નહીં આવે તો ભાજપને આગામી ચૂંટણીમાં મત આપવામાં નહીં આવે.

બીજી તરફ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં પણ ભાજપનો વિરોધ જોવા મળી રહ્યો છે. રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કોઇ પણ કાર્યકરો કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવી બોર્ડ સમસ્ત રાજપૂત સમાજ માંગરોલ દ્વારા મારવામાં આવ્યા છે. નાંદોદ તાલુલાના ગોપાલપુરા, રામપુરા, શહેરાવ, માંગરોલ ગામમાં ભાજપના નેતા કે કાર્યકરોના પ્રવેશબંધીના બેનર મારવામાં આવ્યા છે.

iતિલકવાડા તાલુકાના વજેરીયા ગામમાં પણ પ્રવેશબંધીના બોર્ડ મારવામાં આવ્યા છે. તિલકવાડા તાલુકાના રાજપૂત સમાજ ગામડાના સમસ્ત રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટીકીટ રદ ના થાય ત્યાં સુધી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ બાબતે તિલકવાડાના મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો