મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

“કિરીટ પટેલે જુનાગઢ ભાજપની ઘોર ખોદી, ભરતીમાં 20-20 લાખ લઈને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો” - આક્ષેપોનો વીડિયો વાયરલ

Junagadh News : જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર ભાજપ નેતા તેમજ પૂર્વ કેબિ

“કિરીટ પટેલે જુનાગઢ ભાજપની ઘોર ખોદી, ભરતીમાં 20-20 લાખ લઈને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો” - આક્ષેપોનો વીડિયો વાયરલ

Junagadh News : જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર ભાજપ નેતા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ આક્ષેપ લગાવ્યાં બાદ હવે ભાજપના વધુ એક સિનિયર નેતાએ કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. 

જુનાગઢ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કડવાભાઈ દોમડિયાએ કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપો કરતો એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં કડવાભાઈ પોતે કહી રહ્યાં છે કે કિરીટ પટેલે જુનાગઢ જિલ્લા ભાજપની ઘોર ખોદી છે. કિરીટ પટેલે બેંક અને યાર્ડની ભરતીમાં એક ઉમેદવાર દીઠ 20-20 લાખ રૂપિયા લઈને 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. 

કિરીટ  પટેલ પર ભ્રષ્ટાચારના અનેક આરોપ છતાં ભાજપનું મૌન છે, જે ભાજપ નેતાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે જવાહર ચાવડાના ખુલ્લા બળવા બાદ કિરીટ  પટેલથી અસંતુષ્ટ નેતાઓને બળ મળ્યું છે અને ધીમે ધીમે બહાર આવી રહ્યાં છે.  જુઓ કડવાભાઈ દોમડિયાનો આ વીડિયો - 

આ સમાચાર શેર કરો