મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં આવાસના ડ્રોના કાર્યક્રમમાં ગેરહાજર રહેલા 55 નગરસેવકોને ભાજપે જ આપી નોટિસ? જાણો શું છે હકીકત

ગુજરાતમાં હાલ ભાજપાસ્થળી ચાલી રહી છે. મોદીના આગમન પૂર્વે ભાજપમા પ્રવર

સુરતમાં આવાસના ડ્રોના કાર્યક્રમમાં ગેરહાજર રહેલા 55 નગરસેવકોને ભાજપે જ આપી નોટિસ? જાણો શું છે હકીકત

ગુજરાતમાં હાલ ભાજપાસ્થળી ચાલી રહી છે. મોદીના આગમન પૂર્વે ભાજપમા પ્રવર્તી રહેલા સંગઠનમા છૂટ્ટાદોરની ચર્ચા ચાલી રહી છે. શિસ્તબધ્ધ ગણાતી પાર્ટીમાં કલોલ પાલિકાના ટેન્ડર કમીશન+ટપલીદાવમા ૧૩ નગરસેવકોના રાજીનામા બાદ સુરત શહેરની આવી સ્થિતિ થઈ હોવાનું વાયરલ થઈ રહ્યું છે. ત્યારે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા ખુલાસા કરતાં થાકી ગયા છે.

સમાચાર વાયરલ

સુરતમા મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્રમમા ગેરહાજર રહેલા ૫૫ નગરસેવકોને ભાજપે જ નોટિસ ફટકારી છે. સુરત કોર્પો.મા ભાજપના ૧૦૮ કોર્પોરેટર છે. તેમાંથી ૫૫ને કેમ ગેરહાજર હતા તેનુ કારણ આપવા આદેશ કરાયા છે. આ ૫૫ મહામાનવો તરફથી જવાબ આપ્યા બાદ ભાજપ શુ કરે છે તે પણ દિલચશ્પ બની રહેશે. આ પ્રકારના ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે. જેની ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રકારના ન્યૂઝ ખોટા છે. 

પક્ષ પ્રમુખનો ખુલાસો

મનપાના આવાસ ડ્રોના કાર્યક્રમમાં ગેરહાજર રહેવા બદલ ભાજપના 55 કોર્પોરેટરને પાર્ટી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હોવાના સમાચાર સદંતર ખોટા હોવાનું પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે.ગેરહાજર કોર્પોરેટરોને માત્ર મૌખિક ખુલાસો કરવા જણાવાયું હતું. કોઈ લેખિત નોટિસ ફટકારવામાં આવનાર હોવાની વાતમાં કોઈ તથ્ય નહીં હોવાનું જણાવવામાં આવ્યું છે.સુરત ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું કે, આ તદ્દન પાયાવિહોણા સમાચાર છે. અમારા કાર્યક્રમમાં કોણ આવ્યુ ને કોણ નહી તેની પક્ષ નોંધ લેતું હોય છે. જે નોંધ લેવાઈ છે. પરંતુ નોટિસ અપાઈ નથી.

આ સમાચાર શેર કરો