‘એક ઘર - એક હોદ્દો’ને ભૂલી રહેલું ભાજપ!, નેતાઓ અને કાર્યકર્તાઓની ચર્ચા કમલમના માર્ગે
BJP is forgetting 'one house-one post'! discussing in a Kamalam way! | અમદાવાદમાં થોડાક સમય પહેલા આજે અમદાવાદના ભાજપના વોર્ડ પ્રમુખોના નામની જાહેરાત કરી, ત્ય

અમદાવાદમાં થોડાક સમય પહેલા આજે અમદાવાદના ભાજપના વોર્ડ પ્રમુખોના નામની જાહેરાત કરી, ત્યારે શહેરના 48 વોર્ડમાંથી 40 વોર્ડના નામ જાહેર કર્યા છે. અમદાવાદ પૂર્વમાં આવેલ ઠક્કરનગર વિધાનસભા અમદાવાદ શહેરમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. ઠક્કરનગર વિધાનસભાના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે.
ઠક્કરનગર વિધાનસભામાં કર્ણાવતી મહાનગર પ્રાદેશિક પ્રતિનિધિ રાકેશ રાદડિયાની નામની જાહેરાત કરવામાં આવી, ત્યારબાદ કર્ણાવતી મહાનગરપાલિકાના ઠક્કરનગર વિધાનસભાના વોર્ડ પ્રમુખ તરીકે રજનીકાંત ધીરુભાઈ રાદડિયાની નામની જાહેરાત કરવામાં આવી. જેને લઈને ત્યાંના ભાજપ કાર્યકર્તાઓ નેતાઓમાં ચર્ચા ચાલી રહી છે કે ત્યાં ધારાસભ્ય રાદડિયા છે તે હોદાની નિમણૂકોમાં પોતાની લોબી ચલાવી રહ્યા છે.
વોર્ડ પ્રમુખ અને પ્રદેશિક પ્રતિનિધિના નામની જાહેરાત થતા આ બંને નામ ધારાસભ્યના સંબંધીઓ હોવાનું નેતાઓમાં ચર્ચા ચાલી રહી છે. ભાજપ કાર્યકર્તાઓ ચર્ચા છે કે આ ધારાસભ્ય સગા સંબંધીઓ અને પરિવાર જ વોર્ડ ચલાવશે. ધારાસભ્ય અને કોર્પોરેટર કંચનબેન રાદડિયા, પ્રાદેશિક પ્રતિનિધિ રાકેશ રાદડિયા, અને વોર્ડ પ્રમુખ રજની રાદડિયા છે.
આ અંગે ઠક્કરબાપાનગર વિધાનસભાના ભાજપ કાર્યકર્તાઓએ શહેર ભાજપમાં ફરિયાદ કરી ત્યારે શહેર ભાજપના નેતાઓએ ફરિયાદ સાંભળી અને કહ્યું કે આ ધારાસભ્ય ઠક્કરબાપાનગર વોર્ડને રાદડિયા નગર વોર્ડ કરી નાખશે.
આમ તો ભારતીય જનતા પાર્ટી શિસ્ત બદ્ધ પાર્ટી કહેવાય છે અને પાર્ટીના નિયમ મુજબ ‘એક ઘર એક હોદ્દો’ની દુહાઈઓ અપાય છે પરંતુ કાર્યકર્તાઓ અને નેતાઓમાં આ નિયમને લઈને કૈક અલગ જ ચર્ચા ચાલી રહી છે.








