મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત: શહેર અને જિલ્લા પ્રમુખને લઈને ભાજપ એક્શન મોડમાં, આવતીકાલથી શરૂ થશે દાવેદારી

ભાજપના બુથ પ્રમુખ અને વોર્ડ પ્રમુખની નિમણૂક બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખની નિમણૂકની પ્રક્રિયા શર

ગુજરાત: શહેર અને જિલ્લા પ્રમુખને લઈને ભાજપ એક્શન મોડમાં, આવતીકાલથી શરૂ થશે દાવેદારી

ભાજપના બુથ પ્રમુખ અને વોર્ડ પ્રમુખની નિમણૂક બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખની નિમણૂકની પ્રક્રિયા શરૂ થઈ છે.રાજકોટ શહેરના પ્રમુખની દાવેદારી માટે આગામી 4થી જાન્યુઆરીને સવારે 9:30 થી બપોરે 12:30 કલાક દરમિયાન શહેર ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારી પાસેથી ફોર્મ મેળવી ફોર્મ રજૂ કરવાના રહેશે. પરંતુ જેમ વોર્ડ પ્રમુખની દાવેદારી માટે પ્રદેશ ભાજપ દ્વારા વય મર્યાદા સહિતના કડક નિયમો બનાવ્યા હતા ત્યારે શહેર પ્રમુખની દાવેદારી માટે મૂકેલી શરતોમાં વય મર્યાદાની છૂટછાટ આપવામાં આવી છે.

દાવેદારીની શરતોમાં વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ

દાવેદારીની શરતોમાં વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ અને મંડલ અધ્યક્ષ અથવા મહાનગર કે પ્રદેશ સ્તરે ટીમ મોરચા પ્રકલ્પમાં ફરજિયાત કામ કરેલું હોવું જોઈએ. પરિવારમાં એક કાર્યકર્તા અને એક જવાબદારીનો નિયમ પ્રમુખ માટે પણ લાગુ પડશે.


શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીને રિપીટ કરાશે તેવી અટકળો
પૂર્વ મેયર ડો .પ્રદીપ ડવનું પણ શહેર પ્રમુખ પદ માટેની રેસ
પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર પુસ્કર પટેલનું નામ ચર્ચામાં .
પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લ નું પણ પ્રમુખ પદ માટે ચર્ચાંમાં
બીજેપી મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા પણ શહેર બીજેપી પ્રમુખ તરીકેની રેસમાં 

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કોણ બનશે? તેની ચર્ચાએ જોર પકડ્યું

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કોણ બનશે? તેની ચર્ચાએ જોર પકડ્યું છે. આવતીકાલે શહેર ભાજપ પ્રમુખની ઉમેદવારી માટે ફોર્મ ભરવાના છે, ત્યારે બીજી તરફ નવા પ્રમુખની ચર્ચાએ જોર પકડ્યું છે, હાલમાં રાજકીય વર્તુળોમાં 5 નામોની ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં મુકેશ દોશી ,ડો .પ્રદીપ ડવ ,પુસ્કર પટેલ ,કશ્યપ શુક્લ અને વીરેન્દ્રસિંહ ઝાલા આ રેસમાં આગળ છે.

આ પણ વાંચો: વિંછીયા: ઘનશ્યામ રાજપરાની હત્યાનો મુખ્ય સુત્રધાર સાયલાથી ઝડપાયો, 4 આરોપીઓની અગાઉ થઈ ગઈ છે ધરપકડ

મહાનગરના પ્રમુખ સતત બે ટર્મ મહાનગર પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં. તેમજ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા હોય તે વ્યક્તિ પ્રમુખ પદની દાવેદારી કરી શકશે નહીં.

આ સમાચાર શેર કરો