‘ભાજપને મત નહિ આપો તો તમારા દબાણો તોડાવી નાખીશ’, ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ જિલ્લા પ્રમુખની ધમકી
વડોદરા જીલ્લાનાં કરજણ પેટા ચૂંટણીમાં ગરમાવો જોવા મળ્યો. ભાજપ જીલ્લા પ્રમુખ સતીશ નિશાળિયાનો ધમકી આ

વડોદરા જીલ્લાનાં કરજણ પેટા ચૂંટણીમાં ગરમાવો જોવા મળ્યો. ભાજપ જીલ્લા પ્રમુખ સતીશ નિશાળિયાનો ધમકી આપતો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે..
વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નગરપાલિકા કબજે કરવા માટે ભાજપા છેલ્લી પાયરી ઉપર આવી ગયું છે. ચાલુ સભામાં ભાજપ જીલ્લા પ્રમુખ સતીશ નિશાળિયાએ મતદારોને આપી ધમકી કે, જો ભાજપ ને મત નહિ આપો તો તમારા દબાણો તોડાવી નાખીશ. તેમને મંચ પરથી ખુલ્લેઆમ કહ્યું હતું કે ભાજપ સાથે દગો કર્યો તો મકાનો તોડી પાડીશું.
ભાજપના પ્રભારી અને જિલ્લા ભાજપ પ્રમુખે જાહેર સભામાં કરજણમાં વર્ચસ્વ ધરાવતા ભાજપના જ બળવાખોરને ધમકીઓ આપતા ચૂંટણીમાં ગરમાવો આવી ગયો છે. જાહેર સભામાં જિલ્લા ભાજપ પ્રમુખે ધમકી આપતા જણાવ્યું હતું કે, ભાજપાને દગો કરશો તો મકાનો તોડી પાડીશું, અને ભાજપાને મત આપશો તો મકાનો બચી જશે.
આમ ખુલ્લા મંચ પરથી ધમકી આપતા આ જાહેર સભા ચર્ચાનો વિષય બની છે. કરજણ નગરના વોર્ડ 7 માં ભાજપા દ્વારા ચૂંટણી પ્રચાર સભા યોજવામાં આવી હતી. આ વોર્ડમાં ભાજપાના ઉમેદવારો જ્યોતિબેન વસાવા, તરૂણકુમાર પરમાર, પ્રણવરાજસિહ અટાલીયા અને મુમતાઝ મુલતાની છે. જ્યારે ભાજપાએ ટિકીટ ન આપતાં એક વખતના જિલ્લા ભાજપા પ્રમુખના અંગત મનાતા બળવો કરીને આમ આદમી પાર્ટીમાંથી ઉભા રહેલા મહંમદ યુસુફ સિંધીએ પેનલમા પ્રિયંકાબેન માછી, ભરતસિંહ અટાલીયા અને વિનંતાબેન વસાવા ચૂંટણી લડી રહ્યા છે. સભામાં મોટી સંખ્યામાં વોર્ડના ભાજપા કાર્યકરો અને સ્થાનિક લોકો એકઠા થયા હતા.
જોકે, સભામાં સ્થાનિક મતદારો કરતાં વડોદરાથી લવાયેલા કાર્યકરો વધુ હોવાનું ચર્ચાયું છે. કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં આ પ્રકારની ધમકીથી રાજકરણ ગરમાયું છે.








