મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં મહિલાઓને પ્રોત્સાહન આપવાની વાતો હવામાં, ભાજપ-કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં દાખવી કંજૂસી

મહિલાઓને પ્રોત્સાહન આપવાની વાતો કરવામાં આવી રહી છે પણ રાજકીય પક્ષો ઉમેદવારીના

ગુજરાતમાં મહિલાઓને પ્રોત્સાહન આપવાની વાતો હવામાં, ભાજપ-કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં દાખવી કંજૂસી

મહિલાઓને પ્રોત્સાહન આપવાની વાતો કરવામાં આવી રહી છે પણ રાજકીય પક્ષો ઉમેદવારીના મામલે મહિલાઓને ઠેંગો દેખાડે છે તેવુ ચિત્ર ઉભુ થયું છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં જાણે કંજૂસી દાખવી હોય તેમ લાગી રહ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપે ચાર અને કોંગ્રેસે ચાર મહિલાઓને ચૂંટણી મેદાને ઉતારી અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને પુરતુ પ્રતિનિધિત્વ આપવાની ડીંગો હાંકી હતી પણ જ્યારે 26 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત થઇ ચૂકી છે ત્યારે ભાજપ-કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં પીછેહટ કરી છે. આ વખતે ભાજપે ચાર મહિલાઓને સાંસદ બનવાની તક આપી છે જ્યારે કોંગ્રેસે પણ ચાર મહિલાઓને ચૂંટણી મેદાને ઉતારી છે. મહત્ત્વપૂર્ણ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની 6 મહિલા ઉમેદવારો ચૂંટણી જીતીને સંસદ પહોંચી હતી.

ભાજપે વર્તમાન સાંસદ પૂનમ માડમને યથાવત રાખીને અન્ય ત્રણ નવા મહિલા ચહેરાને તક આપી છે જ્યારે કોંગ્રેસે એક પૂર્વ સાંસદ, એક વર્તમાન ધારાસભ્ય ઉપરાંત અન્ય બે નવા મહિલા ચહેરાને લોકસભાની ચૂંટણી લડાવવા નક્કી કર્યું છે. મહિલાઓને ટિકિટ આપવામાં ભાજપ અને કોંગ્રેસે એકસરખુ વલણ જાળવી રાખ્યુ છે.

મહિલા ઉમેદવાર

ભાજપ

પૂનમ માડમ- જામનગર
રેખાબેન ચૌધરી- બનાસકાંઠા
શોભનાબેન બારૈયા- સાબરકાંઠા
નિમુબેન બાંભણિયા- ભાવનગર

કોંગ્રેસ

ગેનીબેન ઠાકોર- બનાસકાંઠા
સોનલબેન પટેલ- ગાંધીનગર
જેનીબેન ઠુમર- અમરેલી
પ્રભાબેન તાવિયાડ- દાહોદ

આ સમાચાર શેર કરો