મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહારાષ્ટ્રથી લગ્નની ખરીદી માટે આવેલી મહિલાનું પર્સ ઝૂંટવાયુ, 45 ગુના આચરનાર દબોચાયો

સુરત ટેક્સટાઇલ સીટી કહેવાય છે અને એટલા માટે જ અન્ય રાજ્યોના લોકો પણ ખરીદી માટે સુરતમાં આવ

મહારાષ્ટ્રથી લગ્નની ખરીદી માટે આવેલી મહિલાનું પર્સ ઝૂંટવાયુ, 45 ગુના આચરનાર દબોચાયો

સુરત ટેક્સટાઇલ સીટી કહેવાય છે અને એટલા માટે જ અન્ય રાજ્યોના લોકો પણ ખરીદી માટે સુરતમાં આવે છે. ત્યારે મહારાષ્ટ્રથી લગ્ન પ્રસંગની ખરીદી કરવા માટે એક પરિવાર સુરત આવ્યો હતો. ત્યારે આ પરિવારની મહિલા રેલવે સ્ટેશન નજીક હતી તે સમયે એક અજાણ્યો ઈસમ મોટરસાયકલ પર આવ્યો હતો.

આ પણ વાંચોઃ સુરત પાલિકાના ગંદા પાણીના કૌભાંડની ગંધ ગાંધીનગર પહોંચી, કાર્યપાલક ઈજનેર સસ્પેન્ડ

ગણતરીના સમયમાં ધરપકડ

મહિલાના હાથમાં રહેલું પર્સ સ્નેચિંગ કરીને ભાગી ગયો હતો. ત્યારબાદ આ સમગ્ર મામલે મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પોલીસે આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તેમજ હ્યુમન સોર્સ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે આરોપીની ઓળખ કરી ઘટનાના ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી છે. 

શોએબ સામે 45 ગુના નોંધાયેલા છે

પોલીસે આરોપી અનીશ ઉર્ફે મનુ લંગડાની ધરપકડ કરી પર્સ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ ઉપરાંત સોએબ નામના ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. શોએબ સામે અગાઉ 45 કરતાં વધુ ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો