મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ/ 4 આતંકવાદીઓના રિમાન્ડ દરમિયાન મોટો ખુલાસો, આત્મઘાતી હુમલા માટે લીધા હતા...

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા આતંકવાદીઓની રિમાન્ડ દરમિયાન પુછપરછમાં મોટો ખુલાસો થયો છે.આ આતંકવાદીઓ

અમદાવાદ/ 4 આતંકવાદીઓના રિમાન્ડ દરમિયાન મોટો ખુલાસો, આત્મઘાતી હુમલા માટે લીધા હતા...

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા આતંકવાદીઓની રિમાન્ડ દરમિયાન પુછપરછમાં મોટો ખુલાસો થયો છે.આ આતંકવાદીઓએ આત્મઘાતી હુમલાની સામુહિક શપથ લીધા  હોવાનો ખુલાસો થયો છે તો સાથે જ આ આતંકીઓ સામે શ્રીલંકામા થયેલા ગુનાઓ તેઓની અગાઉની ભારત મુલાકાત સહિતની પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે. ઝડપાયેલા આતંકીઓના ટાર્ગેટ પર કોણ હતુ તેની તપાસ ચાલુ છે.પોલીસના મતે તેઓને સામાન્ય હોટલમાં રોકવવાનું કહેવામાં આવ્યુ હતુ તેમજ હથિયાર મળવા અંગે પણ તપાસ ચાલુ છે.સાથે જ ટોલટેકસ અને મોબાઈલના ડેટા દ્વારા પણ તપાસ ચાલુ છે. મહત્ત્વપૂર્ણ છે કે ચારેય આતંકવાદી 14 દિવસના રિમાન્ડ પર છે.

પોલીસ આતંકીઓની કરી રહી છે તપાસ

ISના આતંકી પકડાવવા મામલે પોલીસ એપ્લિકેશન સિગ્નલ અને પ્રોટોન મેઇલની તપાસ કરી રહી છે તેમજ ઓરિજનલ નંબર મેળવવાની પણ તપાસ ચાલુ છે. 

શ્રીલંકાના કોલંબોથી ચેન્નાઇ થઇને અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરેલા ચાર શ્રીલંકન યુવકોને ગુજરાત ATSએ ઝડપી લીધા હતા. મોહમ્મદ નુસરત ગની (ઉં.વ.33), મોહમ્મદ નફરાન નોફેર (ઉ.વ.27), મોહમ્મદ ફારિશ ફારૂક (ઉ.વ.35) અને મોહમ્મદ રસદીન અબ્દુલ રહીમની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં અનેક ખુલાસા થયા છે.

આ ચારમાંથી એક આતંકી નુસરત મુંબઇ એરપોર્ટ પર બે વખત ગોલ્ડ સ્મગલિંગના કેસમાં ફસાયો હોવાનો ખુલાસો થયો છે. આ સિવાય શ્રીલંકામાં પણ નુસરત વિરૂદ્ધ મારામારી અને ડ્રગ્સના કેસ ચાલી રહ્યાં છે. મોહમ્મદ ફારિશ ફારૂક સામે પણ શ્રીલંકામાં ડ્રગ્સનો કેસ ચાલે છે. નુસરત અને નફરાન 38-40 વખત ભારત આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. જ્યારે રસદીન સામે શ્રીલંકામાં ચોરી અને ડ્રગ્સના ગુના નોંધાયેલા છે. આતંકી સંગઠનમાં જોડાયા બાદ તે પહેલી વખત ભારત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

પોલીસ તપાસમાં શ્રીલંકન યુવકોની પૂછપરછમાં તેમને કોઇ પણ સામાન્ય હોટલમાં રોકાવાનું કહેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હથિયાર મળવા અંગે તપાસ ચાલુ છે અને ટોલટેક્સ અને મોબાઇલના ડેટાની પણ તપાસ કરવામાં આવી રહી છે.ગુજરાત ATS અને વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા ચારેય આતંકીઓની પૂછપરછ ચાલુ છે આવનારા સમયમાં કેટલાક મોટા ખુલાસા થઇ શકે છે.

આ સમાચાર શેર કરો