અમદાવાદ: કેનાલમાં ડુબી જતા 3 લોકોના મોત બાદ મોટો ખુલાસો, જાણો શું છે ઘટના
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રીલની ઘેલછામાં 3 મિત્રો કેનાલમાં ડુબી જતા મોત થયા છે. આ ઘટનાને લઇને પોલીસ તપાસમા

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રીલની ઘેલછામાં 3 મિત્રો કેનાલમાં ડુબી જતા મોત થયા છે. આ ઘટનાને લઇને પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. મૃતકના મિત્રોના નિવેદન લેવામાં આવતા મિત્રોએ મોટો ઘટસ્ફોટ કર્યો છે.
મૃતકના મિત્રોના નિવેદન લેવાયા
મૃતકોના મિત્ર રૂદ્ર ઉર્ફે રૂતાયુ સોલંકી, હૃદય વાર્યતા અને ધ્રુવ સોલંકીના પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યા છે. 7 જેટલા મિત્રોએ રીલ્સ બનાવવા અને ફોટો પાડવા માટે સ્કોર્પિયો ગાડી ભાડે લેવા માટે પ્લાન બનાવ્યો હતો. સગીરની ઉંમર નાની હોવાથી અને લાઇસન્સ ના હોવાથી મૌલિક જાવેરાના નામે ગાડી ભાડે લીધી હતી. નિવેદનમાં સામે આવ્યું કે મૌલિક કોઇનો મિત્ર નથી. રૂદ્ર અને ટ્રાફિક પોલીસે મૃતકના મિત્રોના નિવેદન લીધા હૃદય ના એક મિત્ર મેદ્દુ નામના યુવકે મૌલિકનો સંપર્ક કરાવ્યો હતો.બાદમાં ચાર કલાકના 3500 રૂપિયામાં સ્કોર્પિયો ગાડી ભાડે નક્કી કરી હતી. મૌલિક જાવેરાના નામે ગાડી ભાડે લીધી હતી.
ગાડી લેવા માટે મૌલિક,રુદ્ર ઉર્ફે રૂતાયુ સોલંકી, હૃદય વાર્યતા અને ધ્રુવ સોલંકી એક સાથે જ ગાડી ભાડે લેવા ગયા હતા.આ ચારેય લોકો CCTVમાં જોવા મળી રહ્યા છે.ગાડી ભાડે લેનાર મૌલિક જાવેરાએ નિવેદન આપ્યું હતું કે હું રૂદ્રને ગાડી ફોટો પાડવા આપી અને લઇ ગયો હતો. મૌલિક અને રૂદ્ર બન્ને ઓળખતા નથી.
વસ્ત્રાપુરથી ગાડી ફતેવાડી સુધી ડ્રાઇવિંગ કરીને રુદ્ર ઉર્ફે રૂતાયુ સોલંકી લાવ્યો હતો.ગાડીમાં રુદ્ર, હૃદય વાર્યતા, ધ્રુવ સોલંકી અને વિરાજસિંહ સોલંકી હતા. ફતેવાડી કેનાલ પાસે મૃતક યક્ષ, યશ, ક્રિશ અને વિરાજસિંહ સોલંકી ઊભા હતા. આ 7 મિત્રોએ કેનાલ પર ગાડીમાં બેસીને બેથી ત્રણ વાર ચલાવી હતી. યશ સોલંકીએ ગાડી માગતા તેને આપી હતી.ગાડી તેનાથી ચાલતી ના હોવાથી ડ્રાઇવિંગ સીટ પર આવીને યક્ષે ચલાવી હતી. જે બાદ યક્ષે હેન્ડ બ્રેક ન ખુલતા તેણે એકસીલેટર પર પગ મૂકતા કેનાલમાં ખાબકી હતી. રીલ્સ બનાવવાના ચક્કરમાં 3 મિત્રોએ જીવ ગુમાવ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા 3 સગીરના નિવેદન લઇને વધુ તપાસ કરવામાં આવી છે.








