અમદાવાદ: રિલ્સ બનાવવાના ચક્કરમાં ત્રણેય યુવાનોએ ગુમાવ્યો જીવ, ક્રિશ દવેનો મૃતદેહ ગરનાળામાંથી મળ્યો
શહેરના વાસણા બેરેજ વિસ્તારમાં આવેલી કેનાલ પર બુધવારે સાંજે કાર ખાબકી હતી. લાપતા થયેલા ત્રણેય સગીર યુવકોના મૃતદેહ શાહ

શહેરના વાસણા બેરેજ વિસ્તારમાં આવેલી કેનાલ પર બુધવારે સાંજે કાર ખાબકી હતી. લાપતા થયેલા ત્રણેય સગીર યુવકોના મૃતદેહ શાહવાડી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાંથી મળી આવ્યા છે.
કાર રેન્ટલ સર્વિસના સંચાલકની પણ પુછપરછ હાથ ધરશે
ડીવીઝન પોલીસે સગીરને કાર ચલાવવા આપનાર અને કાર ચલાવનાર સગીર વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત, પોલીસ કાર રેન્ટલ સર્વિસના સંચાલકની પણ પૂછપરછ હાથ ધરશે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રીલ્સ બનાવવા માટે યુવકો કેનાલ પાસે અગાઉ મર્સીડીઝ કાર લઇને પણ આવ્યા હતા.
આ કાર 3500 રૂપિયામાં ચાર કલાક ભાડેથી લાવવામાં આવી હતી જેથી તેઓ રીલ્સ બનાવીને પોતાનો વટ બતાવી શકે. આ સમગ્ર ઘટના અંગે એમ ડિવિઝન ટ્રાફિફ પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આજકાલના બાળકો અને યુવાનોમાં સોશિયલ મીડિયા પર છવાઈ જવાની અને પોતાનો વટ બતાવવાની ઘેલછા ભારે પડી રહી છે અને તેમના જીવને જોખમમાં મૂકી રહી છે જેને લઈને વાલીઓએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.






