મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘રાહુલ ગાંધી નપુસંક’, ગુજરાત ભાજપના નેતાનો બફાટ; કોંગ્રેસ લાલઘુમ

જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનું વિસાવદર ખાતે કાર્યાલયનું ઉદ્દઘાટન હતું, ત

‘રાહુલ ગાંધી નપુસંક’, ગુજરાત ભાજપના નેતાનો બફાટ; કોંગ્રેસ લાલઘુમ

જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનું વિસાવદર ખાતે કાર્યાલયનું ઉદ્દઘાટન હતું, ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ, પૂર્વ ધારાસભ્યનો પણ વાણી વિલાસ સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને તેમની પટરાણીઓ વિશે નિવેદન કરતાં મામલો ગરમાયો હતો.

ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા

શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના જ નેતાએ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનાં વિસાવદર ખાતેનાં કાર્યાલયનું ગત રોજ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ભાજપના નેતા ભુપત ભાયાણીએ રાહુલ ગાંધીને ઉદ્દેશીને બફાટ કરતા માલો ગરમાયો છે. ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા હતા. વિસાવદર મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધાટન સમયે વાણી વિલાસ કર્યો છે.

જૂનાગઢમાં રાજા રજવાડાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન મામલે પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી છે. ગઈકાલે વિસાવદર ખાતે કિરીટ પટેલએ વાણીવિલાસ કર્યો હતો.જેના પગલે મામલો બિચક્યો હતો.એક તરફ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિયોની લાગણી દુભાઈ છે તેવામાં વધુ એક ભાજપના નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપતા ફરી એકવાર વિવાદ વકર્યો છે.

આ સમાચાર શેર કરો