મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભુજ: પૈસાની લેતીદેતીમાં ખેલાયો ખૂની ખેલ, ડ્રગ્સના નશામાં મિત્રએ જ કરી મિત્રની કરપીણ હત્યા

ભુજ શહેરમાં શહેરમાં પહેલી નવરાત્રિના દિવસે હત્યાનો બનાવ બન્યો હતો. ભુજના સંજોગનગરમાં માત્ર એક હજાર

ભુજ: પૈસાની લેતીદેતીમાં ખેલાયો ખૂની ખેલ, ડ્રગ્સના નશામાં મિત્રએ જ કરી મિત્રની કરપીણ હત્યા

ભુજ શહેરમાં શહેરમાં પહેલી નવરાત્રિના દિવસે હત્યાનો બનાવ બન્યો હતો. ભુજના સંજોગનગરમાં માત્ર એક હજાર રૂપિયા માટે હત્યાની ઘટના સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે  છરીનો એકજ ઘા ઝીંકી 20 વર્ષીય યુવાનને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બની હતી.મળતા અહેવાલ પ્રમાણે હત્યારા યુવાને DRUGSના નશામાં હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે હત્યારા શખ્સ પાસેથી ડ્રગ્સ આવ્યું ક્યાંથી?

પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં દબોચ્યો

રુઝેન અને  ઈમરાન મિત્રો હતા, અને  સંજોગનગરમાં રહેતા હતા. મૃતક રુઝેને આરોપી ઈમરાનને રૂા. એક હજાર ઉધાર કોઈ કારણો સર આપ્યા હતા. આ ઉધાર આપેલા રૂપિયા રુઝેને પરત માગ્યાં હતા.

ઉશ્કેરાટમાં ઈમરાને રુઝેનને મોતને ઘાટ ઉતાર્યો

ઈમરાને  રુઝેનને રૂપિયા પરત માંગવા મામલે મળવા બોલાવ્યો હતો. તે દરમ્યાન બન્ને વચ્ચે ઉગ્ર બોલચાલ થઈ હતી, જેમાં ઈમરાન એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને રુઝેનની હત્યા કરી હતી. સંજોગનગરમાં હત્યાના બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જોકે પોલીસે હત્યારા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

આ સમાચાર શેર કરો