લગ્નમાં જઈ રહેલી લક્ઝરી બસનો ભયાનક અકસ્માત, બે લોકોનાં મોતથી અરેરાટી

સુરતથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં એક લગ્ન કાર્યક્રમમાં જતી લક્ઝરી બસનો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે બાળકો-મહિલાઓ સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોની ટક્કરથી પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયો હતો. જેમાં બસનો તો આગળનો હિસ્સો કચ્ચરઘાણ થયો હતો. ઘાયલોમાં ડ્રાઈવર પણ સામેલ છે. આ તમામ લોકો લગ્ન કાર્યક્રમ માટે ધોરાજીથી સુરત જઇ રહ્યા હતા ત્યારે ભરુચના દેરોલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. હાલમાં તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જાહેરાત












