Bharuch News: 10 વર્ષની બાળકીની અનોખી સિદ્ધિ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બંનેમાં નોંધાવ્યું નામ
ભરૂચના દહેજની 10 વર્ષની
ભરૂચના દહેજની 10 વર્ષની બાળકી તનિષ્કાએ અનોખી સિધ્ધિ મેળવી છે. તેણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એમ બંનેમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તનિષ્કા રૂપારેલીયાએ ભારતનું ગૌરવ વધાર્યું છે.
163 જમ્પ કરી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો
ભરૂચના દહેજ ખાતે 15 વર્ષથી સ્થાયી અને બિરલા કોપર કંપનીમાં નોકરી કરતા વિજયભાઈ રૂપારેલીયાની દીકરી તનિષ્કાએ અદ્દભૂત પ્રતિભાનો દેખાવ કર્યો છે. માત્ર 10 વર્ષની ઉંમરે તનિષ્કાએ “મોસ્ટ સ્કીપ જમ્પ બોલ ઇન વન મિનિટ” કેટેગરીમાં 163 જમ્પ કરી વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ દ્વારા તેણે જાપાનના એડલ્ટ કેટેગરીના 142 જમ્પના રેકોર્ડને તોડી નવો ઈતિહાસ રચ્યો છે.
તનિષ્કા સૌ માટે પ્રેરણાસ્રોત બની
તનિષ્કાની આ ઉપલબ્ધિ માત્ર તેમના પરિવાર માટે નહીં, પણ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે. 10 વર્ષની ઉંમરે આટલી મોટી સિદ્ધિ મેળવી, ખરેખર ભરૂચની લિટલ ચેમ્પિયન તરીકે તનિષ્કા સૌ માટે પ્રેરણાસ્રોત બની ગઈ છે.







