Vadodara મહાનગરપાલિકા એક્શન મોડમાં, ગેરકાયદેસર દબાણો કર્યા દૂર
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ દબાણો મહાનગર
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ દબાણો મહાનગરપાલિકાની કચેરીની બહાર જ હતા. આ દબાણો પથારા વાળાઓ દ્વારા કરાયા હતા. ત્યારે વારંવાર સૂચનાઓ આપવા છતાં પણ પથારા વાળાઓ દબાણો ખાલી નહિ કરતા મહાનગરપાલિકા દ્વારા એક્શન લેવામાં આવ્યું છે. વૉર્ડ ઓફિસ તેમજ દબાણ શાખાની ટીમ દ્વારા સંયુક્તરીતે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
અહીં વારંવાર દબાણો હટાવવા છતાં ફરીથી દબાણો યથાવત જોવા મળતા હતા. ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં દબાણોના કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા થાય છે. દબાણ દૂર થતાં ટ્રાફિકનું ભારણ ઘટશે.


