મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli News: ભાજપ નેતા ડો.ભરત કાનાબારની ટ્વીટથી રાજકારણમાં ખળભળાટ, જાણો શું કહ્યું

Amreli News: ગુજરાતભરમાં ઠેર ઠેર ગેરદાયદેસર દબાણોને તંત્ર દ્વારા દુર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એવામ

Amreli News: ભાજપ નેતા ડો.ભરત કાનાબારની ટ્વીટથી રાજકારણમાં ખળભળાટ, જાણો શું કહ્યું

Amreli News: ગુજરાતભરમાં ઠેર ઠેર ગેરદાયદેસર દબાણોને તંત્ર દ્વારા દુર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એવામાં આ મામલે અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબારે સોશિયલ મીડિયા એકસ પર એક પોસ્ટ શેર કરી છે. ભાજપ નેતા ડો.ભરત કાનાબારે PM નરેન્દ્ર મોદી તથા ગુજરાત CM ભુપેન્દ્ર પટેલને ટેગ કરીને આ પોસ્ટ શેર કરી હતી.

જેમાં તેમણે જણાવ્યું છે કે, બુલડોઝર જસ્ટિસ ઈઝ નો જસ્ટિસ. આ સામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ચલાવીને તેના પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનાર આપણે સૌ આપણા ઘરની બારીઓનો એક કાચ તૂટે તો પણ હચમચી જઈએ છીએ.

ચોમાસામાં છત પરથી ક્યાંક થોડુંક અમથું પાણી જુવે તો જેમની ઊંઘ હરામ થઈ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત જ ના રહે તે જોયા પછી પણ નિરાંતે ઊંઘી જઈએ છીએ. પરપીડનનો આ પીસાચી આનંદ લેતા પહેલા આપણે સૌ આપણી જાતને કેટલાક સવાલો પૂછીએ.

પરિવારની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તે માટે તેના સમગ્ર પરિવારને બેઘર કરી દેવાની સજા કઈ રીતે વ્યાજબી ગણાય? મકાન કદાચ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઊભું હોય તો પણ તેને હટાવતા પહેલા નિયમ અનુસાર પુરી પ્રોસિજર કરવી જોઈએ.

આ સમાચાર શેર કરો