અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખે CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, જાણો શું કહ્યું
ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં મંદીને કારણે અનેક રત્નકલાકારો રઝળી પડ્યા છે તેમજ અનેક રત્નકલાકારો આર્થિક સંકડામણમાં આવી

ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં મંદીને કારણે અનેક રત્નકલાકારો રઝળી પડ્યા છે તેમજ અનેક રત્નકલાકારો આર્થિક સંકડામણમાં આવી આત્મહત્યા પણ કરી છે. એવામાં અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અતુલ કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે જેથી રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો. તેમજ રત્નકલાકાર બોર્ડ જેવી સંસ્થાની રચના કરવા બાબતે પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલના સમયમાં રત્નકલાકારો આર્થિક સંકડામણમાં મુકાય છે. આ બાબતે યોગ્ય હકારાત્મક નિર્ણય લેવા પત્ર દ્રારા રજુઆત કરવામાં આવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના રત્ન કલાકારો વ્યવસાય અર્થે મુંબઈ, સુરત, અમદાવાદ, નવસારી જેવા શહેરોમાં જઈને રોજગાર મેળવે છે. વૈશ્વિક સ્તરે હીરા બજારમાં મંદી આવતા રત્ન કલાકારો આર્થિક સંકડામણમાં મુકાયા છે. ત્યારે આ કપરી પરિસ્થિતિમાં સહારો આપવા માટે સરકાર દ્વારા રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર તેવી વિનંતી છે.


