મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીમાં સિંહની પજવણીનો વિડીયો થયો વાઈરલ, વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

થોડા દિવસ પહેલા જ અમરેલી જિલ્લામાં સિંહની પજવણી કરાતો વિડીયો વાઈરલ થયો

થોડા દિવસ પહેલા જ અમરેલી જિલ્લામાં સિંહની પજવણી કરાતો વિડીયો વાઈરલ થયો હતો. જેમાં જોખમી રીતે સિંહની પજવણી કરી વિડીયો બનાવવામાં આવ્યો હતો. જે ઈન્ટરનેટ પર ફેલાતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 

વાઈરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે, "કોઈ વ્યક્તિ સિંહ જોવા ઘણો નજીક પહોંચ્યો હતો. ત્યાં સિંહે હુમલાનો પ્રયાસ કરતા લાકડી ઉગામી સિંહને ડરાવ્યો હતો." સોશિયલ મીડિયામાં વનવિભાગને પડકાર ફેંકતો વિડીયો વાયરલ થતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વિડીયો વાયરલ થતા માત્ર શેત્રુંજી ડીવીજન DCF દ્વારા તપાસ કરવા સૂચના આપી. ધારીગીર પૂર્વ ડિવિઝન DCFનો સરકારી નંબર સ્વિચ ઓફ આવી રહ્યો છે. હાલ તેમના તરફથી કોઈ તપાસનું સૂચન અપાયું છે કે નહીં તેની કોઈ જાણકારી મળી નથી. હાલ વિડીયો કઈ રેન્જનો ક્યુ લોકેશન છે તે જાણવા ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી.

આ સમાચાર શેર કરો