મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલીમાં ભાજપ તાલુકા પ્રમુખે જિલ્લા પ્રમુખને ધર્યું રાજીનામું, જાણો શું છે મામલો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ તમામ સ્થાનો પર અલગ અલગ પદ માટે નેતાઓની વરણી થઈ છે. એવામાં અમરેલીમાંથી એક ચોં

અમરેલીમાં ભાજપ તાલુકા પ્રમુખે જિલ્લા પ્રમુખને ધર્યું રાજીનામું, જાણો શું છે મામલો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ તમામ સ્થાનો પર અલગ અલગ પદ માટે નેતાઓની વરણી થઈ છે. એવામાં અમરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં ભાજપના સક્રિય સભ્યએ રાજીનામું આપવામાં આવ્યું છે. અમરેલી - સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખે સક્રીય સભ્યના સંદર્ભે રાજીનામું ધર્યું છે.

તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ ખાત્રાણીએ જીલ્લા ભાજપ પ્રમુખને લેખિતમાં રાજીનામુ ધર્યું હતું. હિતેશ ખાતણીએ આ અંગે જણાવતાં કહ્યું હતું કે, સાવરકુંડલા તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ હતી. સક્રિય સભ્યના સંદર્ભમાં મારા પર થયેલા આક્ષેપોની નૈતિક જવાબદારી સ્વીકારી હતી. જે કાર્યકતા પક્ષ દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક થશે તેના નેતૃત્વમાં હું પાર્ટીનું કામ કરીશ.

2019ની સક્રિય સભ્યની યાદીમાં નામ ન હોવા છતાં પ્રમુખની જવાબદારી કેમ સોંપવામાં આવી તેને લઈ અમરેલીના સ્થાનિકોમાં લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું હતું. તાલુકા પ્રમુખ બનવા અન્ય સક્રિય સભ્યનો ઉપયોગ કર્યો હતો કે કેમ ? તે પણ સવાલ ઉઠી રહ્યો છે.

આ સમાચાર શેર કરો