મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલીમાં બાઈકને અડફેટે લેતાં ટ્રકે મારી પલટી, બાઈક બળીને ખાખ; ત્રણ ઘાયલ સારવાર હેઠળ

ગુજરાતમાં જાણે અકસ્માત સર્જાવાની હારમાળ સર્જાઈ રહી છે તેમ અમરેલીમાંથી પણ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે

અમરેલીમાં બાઈકને અડફેટે લેતાં ટ્રકે મારી પલટી, બાઈક બળીને ખાખ; ત્રણ ઘાયલ સારવાર હેઠળ

ગુજરાતમાં જાણે અકસ્માત સર્જાવાની હારમાળ સર્જાઈ રહી છે તેમ અમરેલીમાંથી પણ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે જેમાં પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધું હતું. અમરેલી જિલ્લામાં વડીયા જેતપુર રોડ પર આ ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં પુરપાટ ઝડપે આવતા કપચી ભરેલા ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધું હતું.

ચારણીયા નજીક બાઇકને અડફેટે લીધા બાદ પુલ પરથી ટ્રક નીચે ઉતરીને પલટી મારી ગયો હતો. તેમજ બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં બાઈક આગને કારણે બળીને ખાક થઈ ગયું હતું. અકસ્માતમાં બાઇક પર સવાર 3 મજૂરને ગંભીર ઇજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ જેતપુર ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા. તેમજ ટ્રકના ડ્રાઇવરનો સદનસીબે આબાદ બચાવ થયો હતો.

આ સમાચાર શેર કરો