સુરત નજીક ગોથાણ-કોસાડ વચ્ચે ડબલ ડેકર ટ્રેનને ફરીથી પાટે ચડાવવા તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી
ભારતીય રેલવે વિભાગના અકસ્માત બંધ થવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે સુરત નજીક ડબલ ડે

ભારતીય રેલવે વિભાગના અકસ્માત બંધ થવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે સુરત નજીક ડબલ ડેકર ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ડબલ ડેકર ટ્રેનનો એક કોચ અલગ થઈ ગયો હતો. જેથી ભારે અફડાતફડી મચી ગઈ હતી. ટ્રેનને ફરીથી કાર્યરત કરવા માટે રેલવે વિભાગ દોડતું થઈ ગયું હતું.
ઈજા જાનહાનિ નહીં
સુરત નજીક ઓલપાડના ગોથાણ-કોસાડ વચ્ચે ટ્રેનનો ડબ્બો અલગ થઈ ગયો હતો. ડબલ ડેકર ટ્રેનનો એક ડબ્બો અલગ થઈ ગયો હતો. જો કે, હજુ સુધી આ અકસ્માતમાં કોઈને ઈજા જાનહાનિ ન પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે. બનાવને પગલે રેલવે વિભાગ દોડતું થઈ ગયું હતું.
કામગીરી યુદ્ધના ધોરણે
રેલવે વિભાગને ટ્રેનના ડબ્બા અંગે જાણવા મળ્યું હતું. જેથી હાલ ફરી ટ્રેન કાર્યરત કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. ટ્રેનની દુર્ઘટનાને પગલે અન્ય ટ્રેનોને પણ અસર પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ટ્રેનના ટ્રાફિકને પૂર્વવત કરવા માટે હાલ રેલવે વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.








