મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાષ્ટ્રપતિના હસ્તે બેસ્ટ અર્બન લોકલ બોડીનો એવોર્ડ, સુરતની યશકલગીમાં વધુ એક સન્માનનો ઉમેરો

જળશક્તિ મંત્રાલય દ્વારા આજે અર્બન લોકલ બોડીના એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સુર

રાષ્ટ્રપતિના હસ્તે બેસ્ટ અર્બન લોકલ બોડીનો એવોર્ડ, સુરતની યશકલગીમાં વધુ એક સન્માનનો ઉમેરો

જળશક્તિ મંત્રાલય દ્વારા આજે અર્બન લોકલ બોડીના એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સુરત દેશભરમાં પોતાનો ડંકો વગાડતા પોતાની યશકલગીમાં વધુ એક સન્માનનો ઉમેરો કર્યો છે. સુરતને દેશના 131 શહેરોને પાછળ છોડીને બેસ્ટ અર્બન લોક બોડીનો એવોર્ડ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

13માંથી પ્રથમ નંબર મેળવ્યો

સ્વચ્છતા, હવા બાદ હવે પાણીમાં પણ સુરતનો દબદબો જોવા મળ્યો છે. સુરતે 200માંથી 194 માર્ક મેળવ્યા છે. ગયા વર્ષે સુરત 13માં ક્રમ પર હતું. જેમાંથી 12 નંબર જમ્પ કરીને સુરત સીધું પ્રથમ ક્રમ પર આ વર્ષે પહોંચી ગયું છે.જળશક્તિ મંત્રાલય દ્વારા વિજેતાઓના નામ જાહેર કરીને રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ એવોર્ડ સુરત વતી મેયર, પાલિકા કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.

સુરતીઓનું સન્માન

એવોર્ડ લીધા બાદ દક્ષેશ માવાણીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ સુરતનું સન્માન છે. સુરતીઓનું સન્માન છે. સુરતમાં થઈ રહેલી પાણી બચાવવાની પહેલ સહિતની કામગીરીનું સન્માન છે. સુરતના પાલિકા કર્મચારીઓ અને સુરતી લોકોના સાથ અને સહકારના કારણે આ સન્માન પ્રાપ્ત થયું છે. જેને જાળવી રાખવા માટે પૂરતાં પ્રયત્નો કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો