બીલીમોરા પાણી પુરવઠાના કૌભાંડથી સરકાર એક્શન મોડમાં, સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર હાથ ધરશે સર્ચ ઓપરેશન
પાણી પુરવઠાના કૌભાંડને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે. 14 પ

પાણી પુરવઠાના કૌભાંડને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે. 14 પૈકી 10 અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ધરપકડ થયા બાદ રાજકોટથી સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર કોમલ અડાલજા નવસારી આવી અધિકારીઓ સાથે મિટિંગ યોજ્યા બાદ ઓપરેશનની કામગીરીમાં જોડાશે.
કરોડોનું કૌભાંડ
સુરત સીઆઇડી ક્રાઇમ દ્વારા 2 દિવસ અગાઉ કરવામાં આવી હતી. ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે. આ આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે. આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું. કામ થયા વગરના ખોટા બિલો મુકી અને ખોટી હકીકતો ઉભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું છે. રાજકોટના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર કોમલ અડાલજા નવસારી આવીને સૌપ્રથમ અધિકારીઓ સાથે મિટિંગ યોજ્યા બાદ સર ઓપરેશન તેમજ તપાસમાં જોડાશે આ અધિકારી ચાર દિવસ માટેની તપાસ માટે નવસારી જિલ્લામાં આવ્યા છે.
10ની ધરપકડ
આ ફરિયાદ કાર્યપાલક એન્જિનિયર દ્વારા નોંધાઈ હતી. જેના આધારે આરોપીમાં કુલ પાંચ કોન્ટ્રાક્ટર અને ત્રણ મહિલા સહિત 10 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા નાણાની ઉચાપત અંગે ફરિયાદ કરાઈ હતી. સીઆઇડી ક્રાઇમ પોલીસે કલમ 406, 409, 465, 467, 120 બી, 201 અને ભ્રષ્ટાચાર અધિનિયમ 13બી મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.








