મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાસી સમોસા ખાતા પહેલાં ચેતજો, વલસાડમાં ઝાડા-ઉલટી થયા બાદ મહિલાનું મોત-બાળકો સારવાર હેઠળ

વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા એક શ્રમિક પંજાબી પરિવારના સભ્યોએ ગઈકાલના વાસી

વાસી સમોસા ખાતા પહેલાં ચેતજો, વલસાડમાં ઝાડા-ઉલટી થયા બાદ મહિલાનું મોત-બાળકો સારવાર હેઠળ

વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા એક શ્રમિક પંજાબી પરિવારના સભ્યોએ ગઈકાલના વાસી સમોસા ખાધા હતા. જે બાદ પેટમાં દુઃખાવો અને ઊલટી થવા લાગી હતી. જેથી અબ્રામા નજીકના વિસ્તારમાં રહેતા સંબંધીને ઘટનાની જાણ કરી હતી. ઊલટી બંધ કરવા રિવાઈટેન નામની દવા માતા અને 2 બાળકોએ લીધી હતી. જે બાદ પણ તબિયત ન સુધરતા સંબંધીઓએ 108ની મદદ લઈને માતા અને 2 બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. 

આ પણ વાંચોઃ સુરતના બ્રેઈનડેડ યુવકના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન, 7 વ્યક્તિઓને આપ્યું નવું જીવન

જઠરમાંથી ઝેરના પુરાવા ન મળ્યા

વલસાડ સીટી પોલોસે મહિલાની લાશનો કબ્જો મેળવી આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાં પેનલ PM કરાવવાની તજવીજ હાથ ધરી હતી. PMના પ્રાઈમરી રિપોર્ટ બાદ પણ મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે, રિપોર્ટ બાદ સાચુ કારણ સામે આવશે.પરિવારના સભ્યોની પૂછપરછ કરતા તેઓએ ગઈકાલ રાતના સમોસા ખાધા બાદ પેટમાં દુઃખવો અને ઊલટી જેવું થવા લાગ્યું હતું. પેનલ PMના પ્રાથમિક રિપોર્ટમાં મૃતક મહિલાના જઠરમાંથી ઝેરના કોઈ ચોક્કસ પુરાવાઓ મળ્યા ન હતા. જેથી પેનલ PMનો રિપોર્ટ આવ્યાં બાદ આગળની તજવીજ હાથ ધરવામાં આવશે.

પેનલ પીએમ રિપોર્ટ કરાશે

વલસાડના આરોગ્ય અધિકારી કિરણ પટેલે કહ્યું કે, આરોગ્ય વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો અને જે લારી ઉપરથી સમોસા ખરીદી કર્યા હતા. તે બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. લારી ઉપરથી વેચાયેલા સમાસાને લઈને અન્ય કોઈ વ્યક્તિને કોઈ અસર થઈ નથી. આજે PM કરવાની કાર્યવાહી કરતા જઠરમાં ઝેરના કોઈ પૂરાવાઓ મળ્યાં નથી. બીજા અન્ય કોઈ પુરાવાઓ પણ મળ્યા નથી. PMના પ્રાથમિક રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગ શંકાસ્પદ લાગી રહ્યું છે. પેનલ PMનો રિપોર્ટ આવ્યાં બાદ આગળની તજવીજ હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો