બેન્કોના ડિજિટલ વ્યવહાર ખોરવાયા, રેન્સમવૅર એટેકથી રાજ્યની 21 બેન્કના 700 કરોડનાં ટ્રાન્ઝેક્શનને અસર
દેશભરમા નાણાકીય વ્યવહાર ડિજિટલી થાય તેના પર ભાર મૂકવામા આવે છે. ત્યા

દેશભરમા નાણાકીય વ્યવહાર ડિજિટલી થાય તેના પર ભાર મૂકવામા આવે છે. ત્યારે ટેક્નોલોજીનો ઉપયોગ કરતી બેન્કો હાલ રેન્સમવેર એટેકનો સામનો કરી રહી છે. જેના કારણે UPI સહિતના ડિજિટલ ટ્રાન્ઝેક્શનો રવિવારે સાંજે ૭ વાગ્યાથી બંધ થયાં છે.દેશની 356 બેન્કના 5 હજાર કરોડની લેણદેણને અસર થઈ છે. જ્યારે ગુજરાતની 21 બેન્કના 700 કરોડનાં ટ્રાન્ઝેક્શન ખોરવાઈ ગયા છે. અત્યાર સુધીમાં કોઈ આર્થિક નુકસાન થયાના સમાચાર નથી.
સોફટવેરની સલામતી બાદ કામગીરી ફરી શરૂ થશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને એનપીસીઆઈ (નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)ને થતાં આ સોફ્ટવેરનો ઉપયોગ કરતી બેન્કોનાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનો સ્ટોપ કરી દેવાયા છે. આ વાઈરસના એટેકેમાં દેશની ૧૩૮ બેન્કો જ્યારે ગુજરાતની ૨૧ બેન્કોને અસર થઈ હતી. ૪૮ કલાક પછી પણ ફરી ડિજિટલ ટ્રાન્ઝેક્શન સેવા ફરી શરૂ થઈ ન હતી જેના કારણે દેશની ૧૩૮ બેન્કોનાં ૫ હજાર કરોડના જ્યારે ગુજરાતની ૨૧ બેન્કોનાં ૭૦૦ કરોડ રૂપિયાનાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનો ખોરવાયાં હતાં. સોફ્ટવેરમાં સબ સલામત છે તેની તપાસ થયા બાદ આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનો શરૂ થશે. આ સાઈબર એટેકેમાં જિલ્લા સહકારી બેન્કો,અર્બન કો.ઓપરેટિવ બેન્કો, ડિસ્ટ્રિક્ટ બેન્કોને અસર થઈ છે.
આર્થિક નુકસાન થયું નથી
કાનજી ભાલાળાએ કહ્યું કે, આ સોફ્ટવેરનો જે બેન્કો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. તે બેન્કોનાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન સરકારની સૂચના દ્વારા અટકાવી દેવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં આ સાઈબર એટેકેને કારણે કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન થયું નથી.








