ગુજરાત યુનિ.માં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવા અપાઈ સૂચના
બાંગ્લાદેશમાં હાલ રાજકીય અસ્થિરતા સર્જાઈ છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમા

બાંગ્લાદેશમાં હાલ રાજકીય અસ્થિરતા સર્જાઈ છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં બાંગ્લાદેશના 20 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે કુલપતિ નીરજા ગુપ્તાએ બેઠક કરી હતી. વિદ્યાર્થીઓના મુખ્ય નંબર સિવાય અન્ય ઇમરજન્સી નંબર મેળવાયા છે. આ સાથે આ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીના 2 ઇમરજન્સી આપવામાં આવ્યા છે.
આ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને સોશિયલ મિડિયા પર રિએક્ટ ન કરવા અને અફવા પર ધ્યાન ન આપવા તેમજ સરકારની એડવાઈઝરીનું પાલન કરવા અને પરિવારના સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ તમામને અમદાવાદ ન છોડવા સૂચના આપવામાં આવી છે.






