Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Video/ anger among cattle farmers over the formation of a new congregation

Video/ Banasknathaની મોટી ઘરનાળ દૂધ ડેરીમાં વિવાદ વકર્યો, નવી મંડળીની રચના અને અટકેલા પગારને લઈ પશુપાલકોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠાના ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામે આવેલી દૂધ મંડળીમાં વહીવટી ગજગ્રાહ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. બનાસ ડેરી દ્વારા નવી કમિટીની રચના કરવામાં આવી છે, પરંતુ પશુપાલકોએ આ પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવતા મામલો ગરમાયો છે.

App Store

પશુપાલકોનો આક્ષેપ: વિશ્વાસમાં લીધા વગર નવી કમિટીની રચના

બનાસ ડેરી દ્વારા અગાઉની કમિટી પર ભ્રષ્ટાચારના આક્ષેપો થતા તેને ભંગ કરી નવી કમિટીની રચના કરવામાં આવી હતી. જોકે, ગ્રામજનો અને પશુપાલકોનો મુખ્ય આક્ષેપ છે કે આ નવી મંડળી રચતી વખતે ગામના પશુપાલકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી.

ગામના મહાદેવ મંદિરે એકઠી થયેલી પશુપાલકોની બેઠકમાં માંગ ઉઠી છે કે, દૂધ ડેરી ગામની છે, તેથી તેની કમિટી પારદર્શક રીતે અને ગામના સહકારથી રચાવવી જોઈએ. હાલની નવી કમિટીને રદ કરી, ફરીથી ગ્રામજનોની સહમતિથી નવી મંડળીની રચના કરવામાં આવે.

પરસેવાની કમાણી અટકી: દૂધના પગાર ન મળતા આક્રોશ

વિવાદનું બીજું મુખ્ય કારણ આર્થિક મુશ્કેલી છે. પશુપાલકોનું કહેવું છે કે તેમણે દૂધ મંડળીમાં નિયમિત દૂધ જમા કરાવ્યું હોવા છતાં, તેમને અગાઉના દૂધના પગાર હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી. આર્થિક નુકસાન વેઠતા પશુપાલકોમાં હવે આક્રોશ વધુ ઘેરો બન્યો છે.

વહીવટી સુધારા કે અન્યાય?

એક તરફ બનાસ ડેરી વહીવટી સુધારાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ મોટી ઘરનાળના પશુપાલકો ન્યાયની માંગ સાથે મક્કમ છે. હવે જોવાનું રહ્યું કે, બનાસ ડેરી પ્રશાસન ગ્રામજનોની માંગ સ્વીકારી પારદર્શક રીતે નવી મંડળી રચી પશુપાલકોને ન્યાય આપે છે કે નહીં..