VIDEO: બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે વિરોધ યથાવત, ધાનેરા સજ્જડ બંધ, જન આક્રોશ સભાનું આયોજન
બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે વિરોધ યથાવત છે. ધાનેરાને વાવ-થરાદ જિલ્લામાં સમાવ
બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે વિરોધ યથાવત છે. ધાનેરાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશનો વિરોધ થઇ રહ્યો છે. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા સ્થાનિકો માંગ કરી રહ્યાં છે. આજે ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને વિશાળ જન આક્રોશ સભાનું પણ આયોજન કરાયું છે. ધાનેરા સહિતના ગામના લોકો ધંધો રોજગાર બંધ રાખ્યો હતો.
ધાનેરા બંધ
ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ સાથે આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે. વેપારીઓ-ગ્રામજનોએ જાતે જ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓે પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવી રહ્યાં છે.
બનાસકાંઠામાંથી વાવ-થરાદ નવો જિલ્લો બનાવાયો
બનાસકાંઠાનું વિભાજન કર્યા બાદ વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ ગુજરાતમાં 34 જિલ્લા થઇ ગયા છે. વાવ-થરાદ જિલ્લામાં ધાનેરા-કાંકરેજનો સમાવેશ કરવામાં આવતા તેનો વિરોધ થઇ રહ્યો છે.
વાવ-થરાદ જિલ્લામાં આ તાલુકાઓનો સમાવેશ- વાવ થરાદ જિલ્લામાં વાવ,થરાદ, સુઇગામ, લાખણી, દીયોદર, ભાભર, ધાનેરા અને કાંકરેજનો સમાવેશ કરવામાં આવ્યો છે.








