બનાસકાંઠામાં વિભાજન બાદ ત્રણ તાલુકામાં વિરોધ હજુ પણ યથાવત
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ત્રણ તાલુકામાં હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠામાં રહેવાની વા

બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ત્રણ તાલુકામાં હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠામાં રહેવાની વાત સાથે કાંકરેજ, દિયોદર અને ધાનેરા તાલુકામાં સતત વિરોધ જોવા મળી રહ્યો છે. આજે ધાનેરામાં તાલુકા હિત રક્ષક સમિતિ દ્વાર ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ધાનેરાના લાલ ચોક વિસ્તારમાં યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. તેમજ આ વિસ્તારના સ્થાનિક આગેવાનોએ પણ આ ધરણા કાર્યક્રમમાં સાથ આપ્યો છે. ધાનેરામાં યોજાયેલ ધરણા પ્રદર્શનમાં ચિમકી આપવામાં આવી હતી કે, સરકાર નાગરિકોના હિતમાં નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન સાથે વિરોધ પ્રદર્શન પણ ચાલું રાખવામાં આવશે.






