Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Gujarat news: Interstate child trafficking racket busted in Banaskantha, two accused arrested

Gujarat news: બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, બે આરોપી પકડાયા

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Gujarat news: બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, બે આરોપી પકડાયા
સોર્સ : GSTV

 બનાસકાંઠા જિલ્લામાં બાળ તસ્કરીના એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થયો છે, જેણે માનવતાને પણ શરમાવી દીધી છે. વડગામ તાલુકાના ધનાપુરા ગામના પાટીયા પાસેથી અજાણ્યા ઈસમ દ્વારા ચાર વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરાયું હતું. જેના કારણે બનાસકાંઠા પોલીસે તુરંત જ ઓપરેશન દેવ હાથ ધર્યું હતું અને અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. પોલીસની સઘન તપાસના કારણે ગણતરીના કલાકોમાં અપહરણ કરાયેલા બાળકને હેમખેમ છોડાવી લેવાયું છે. સાથે જ બાળ તસ્કરીના ગુનામાં સંડોવાયેલા મેપડા અને ખાપરાના બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

App Store

એક લાખ રૂપિયામાં બાળકનો સોદો

ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં જે વિગતો સામે આવી છે, તે ખુબ ચોંકાવનારી છે. આરોપીઓએ આ અગાઉ પણ એક મહિનાના નવજાત બાળકને એક લાખ રૂપિયામાં હિન્દી ભાષી ઈસમને વેચી દીધું હોવાની કબૂલાત કરી છે. વધુમાં પૈસા માટે યુવતીઓના સોદા કરી તેમના લગ્ન કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓએ ચાર વર્ષના બાળકનું અપહરણ કર્યા બાદ ટ્રેન મારફતે બાળ તસ્કરી કરતા હતા.

ઝડપાયેલા આરોપીઓના નામ

શૈલેષ લાડુભાઈ લક્ષ્મણભાઈ ગમાર (રહે. મેપડા, તા. વડગામ)

પાબુ ઉર્ફે બાબુ મુંગળાભાઈ મેતાભાઈ ભગોરા (રહે. ખાપરા, તા. અમીરગઢ)

પૈસાની લાલચે કરતા કાળોકામો

આરોપીઓ પૈસાની લાલચમાં આવીને બાળ તસ્કરી કરતા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને શક્ય છે કે, આમાં અન્ય લોકો પણ સામેલ હોય. બનાવને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બાળકોની સુરક્ષાને લઈને સરકાર અને પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ પણ આવા બનાવો બની રહ્યા છે તે ખૂબ જ દુઃખદ છે. આ ઘટનાથી જનતામાં પણ જાગૃતિ આવશે અને તેઓ બાળકોની સુરક્ષાને લઈને વધુ સતર્ક બનશે.