Deesa news: બટાકાના વેપારીએ કમીશન એજન્ટ સાથે આચરી 20 લાખથી વધુની છેતરપિંડી, શખ્સે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

ગુજરાતના ડીસામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ડીસાના બટાકાના વેપારીએ કમીશન એજન્ટ અને ખેડૂતો સાથે છેતરપિંડી આચરી છે. મળતા અહેવાલ પ્રમાણે ધનસુરાના એજન્ટ અને ખેડૂતોએ રૂપિયા મામલે ઉઘરાણી કરી હતી. રૂપિયાની ઉઘરાણી થતાં વેપારી ઉશ્કેરાઈ ગયો હતો અને વેપારીએ એજન્ટ અને ખેડૂતને ધાક ધમકીઓ આપી હતી.
એજન્ટે ઝેરી દવા ગટગટાવી
એજન્ટ જયેશ વાળંદે 20.64 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી. જોકે રૂપિયા ફસાઈ જતા એજન્ટે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છેતરપિંડી અને આત્મહત્યાના પ્રયાસ મામલે પોલીસે ડીસાના વેપારી સામે પોલીસ ફરિયાદ નોંધી છે.
પોલીસે વેપારી સામે નોંધી ફરિયાદ
હાલ એજન્ટ સારનવાર હેઠળ છે. ધનસુરા પોલીસે ફુલચંદ માળી અને સુરેશ સંદેશા વિરુદ્ધ ફરિયાદ નોંધીને શોધખોળ આદરી છે. મળતા અહેવાલ પ્રમાણે આરોપી વેપારી ફૂલચંદ માળી બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનનો પ્રમુખ છે. તો હવે જોવાનું રહ્યું કે આ આરોપી વેપારી કેટલા સમયમાં પોલીસ પકડમાં આવશે.

