Gir somnath news: મારામારી કેસમાં દેવાયત ખવડ સહિત 7 આરોપીઓના જામીન મંજૂર
ગીર સોમનાથમાં કારમાં તોડફોડ અને મારામારી મામલે ધરપકડ કરાયેલા દેવાયત ખવડના અંતે જામીન મંજૂ

ગીર સોમનાથમાં કારમાં તોડફોડ અને મારામારી મામલે ધરપકડ કરાયેલા દેવાયત ખવડના અંતે જામીન મંજૂર કરાયા છે. વેરાવળ ડિસ્ટ્રીક અને સેસન્સ કોર્ટે શરતોને આધીન તમામ 7 આરોપીઓને જામીન આપ્યા છે.
ગીર સોમનાથમાં જૂની અદાવતમાં કારમાં તોડફોડ અને મારામારી મામલે પોલીસે ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત 7 આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓને જેલમાં ધકેલ્યા હતા. ત્યારબાદ તમામ આરોપીએ કોર્ટ સમક્ષ જામીનની અરજી કરતા વેરાવળ ડિસ્ટ્રીક અને સેસન્સ કોર્ટે તમામની અરજી માન્ય રાખી આકરી શરતોને આધીન દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને જામીન આપ્યા છે.
દેવાયત ખવડના એક લાખના બોન્ડ જ્યારે અન્ય 6 આરોપીઓના 25 હજાર ના બોન્ડ પર જમીન મંજુર કરાયા છે. આ સાથે આરોપીઓને સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ બંધી અને દર પંદર દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે.






