સુરતમાં અયોધ્યા થીમ પર બનેલી રંગોળી આકર્ષણનું કેન્દ્ર, સ્ટુડન્ટસના ગ્રુપે 12 કલાકની મહેનતે 35 કિલો કલરમાંથી બનાવી કૃતિ
નવા વર્ષની પહેલી કિરણને વધાવવા માટે ઠેર ઠેર અનોખા આયોજન કરવામાં આવ્યાં હતાં. ત્યારે સુરતમાં એક વિદ્યાર્થી

નવા વર્ષની પહેલી કિરણને વધાવવા માટે ઠેર ઠેર અનોખા આયોજન કરવામાં આવ્યાં હતાં. ત્યારે સુરતમાં એક વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા નવા વર્ષને વધાવવા માટે રંગોળી બનાવવામાં આવી હતી. ફૂલ અને ચિરોડી કલરમાંથી રંગોળી બનાવવામાં આવી હતી. વિશાળ રંગોળી અયોધ્યાની થીમ પર બનાવવામાં આવી હતી. જે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
રંગોળીમાં રામ-લક્ષ્મણ-જાનકી
પુણા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં અયોધ્યાની થીમ પર રંગોળી બનાવવામાં આવી હતી. જેમાં અયોધ્યા આવી ગયું હોય તે રીતે રામ લક્ષ્મણ અને સીતાજી આવતાં હોય તે રીતે પીઠ દર્શાવતાં દોરવામાં આવ્યાં હતાં. આ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હોય તે રીતે આસપાસથી લોકો જોવા માટે આવતાં હતા.
ફૂલોથી રંગોળીને શણગાર
ટાંક તુષારે કહ્યું કે, અમે એક પહેલ કરી છે. વરસા અને સ્કીલનું કોમ્બિનેશન કરીને આ રંગોળી તૈયારી કરી છે. રિલ્સ જોતા જોતાં સજેશન મળ્યું અને આ રીતે રંગોળી બનાવવાનો વિચાર આવ્યો હતો. મિત્રો સામે વાત કરી હતી. તેમનો સહકાર મળતાં 35 કિલો કલરની મદદથી લગભગ 12 કલાકની મહેનત કરી હતી. ત્યારબાદ ફૂલોનો શણગાર કર્યો હતો.








