મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh/ ધારાસભ્ય સંજય કોરડિયાના નામનું 'ફેક' ઇન્સ્ટાગ્રામ ID બનાવી છેતરપિંડીનો પ્રયાસ

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાના નામનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પ્લેટફ

Junagadh/ ધારાસભ્ય સંજય કોરડિયાના નામનું 'ફેક' ઇન્સ્ટાગ્રામ ID બનાવી છેતરપિંડીનો પ્રયાસ

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાના નામનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ફેક એકાઉન્ટ બનાવીને છેતરપિંડી કરવાનો પ્રયાસ થયાની ઘટના સામે આવી છે. આ મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ધારાસભ્યના ફોટાનો દુરુપયોગ

પોલીસમાં નોંધાયેલી FIR મુજબ, કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર Sanjay_s_koradiya નામનું એક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આ ફેક ID પર ધારાસભ્ય સંજય કોરડિયાના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે.

આ ફેક ID પાછળનો હેતુ ધારાસભ્યની ઇમેજને નુકસાન પહોંચાડવાનો કે પછી તેમના નામનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવાનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

હર્ષ ગોઠીએ નોંધાવી ફરિયાદ

આ બનાવ અંગે વનરાજ ફેક્ટરીના હર્ષ ગોઠી નામના શખ્સે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધીને ફેક ID બનાવનાર શખ્સને ઝડપી પાડવા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો