Junagadh news: એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન શાપુર સ્ટેશને અટકી પડી, મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
રાજકોટથી વેરાવળ જતી ટ્રેન જુનાગઢના શાપુરમાં એક કલાકથી બંધ પડતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

રાજકોટથી વેરાવળ જતી ટ્રેન જુનાગઢના શાપુરમાં એક કલાકથી બંધ પડતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન અટકી ગઈ હતી અને બીજું એન્જિન મંગાવવાની જરૂર પડી હતી. આ કારણે મુસાફરો ટ્રેનમાં હેરાન થઈ ગયા હતા.
એક કલાક જેટલો સમય ટ્રેન સ્ટેશન પર બંધ પડી રહી
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટથી વેરાવળ જતી ટ્રેન જુનાગઢના શાપુરમાં અચાનક બંધ પડી જતા મુસાફરોને ભારે હાલાકી થઇ હતી. ટ્રેનનું એન્જીન બંધ પડ્યા હોવાના સમાચાર મળતા જ રેલવે તંત્રના અધિકારીઓ અને એન્જીનિયરોએ તાત્કાલિક બંધ પડેલા એન્જીનને બદલે બીજું એન્જીન જોડીને ટ્રેનને રવાના કરી હતી. એક કલાક જેટલો સમય ટ્રેન સ્ટેશન પર બંધ હાલતમાં રહેતા મુસાફરો પરેશાન થયા હતા.




