સુરતના ખોલવડમાં ક્રિકેટ રમવા બાબતે હુમલો, માતા-પુત્રને જાહેરમાં ફટકાર્યા બેટથી
સુરત સહિત સમગ્ર રાજ્યમાં કથળેલી કાયદા વ્યવસ્થાની સ્થિતિને રાજ્ય પોલીસ વડાએ પણ આદેશ કરવા પડ્યાં છે. ત્યારે કામરેજ નજીક આવેલા ખોલ

સુરત સહિત સમગ્ર રાજ્યમાં કથળેલી કાયદા વ્યવસ્થાની સ્થિતિને રાજ્ય પોલીસ વડાએ પણ આદેશ કરવા પડ્યાં છે. ત્યારે કામરેજ નજીક આવેલા ખોલવડ ગામે ક્રિકેટ રમવાની સામાન્ય બાબતે હુમલો થયો હતો. યુવક અને તેની માતા પર બેટ વડે જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. જે અંગેના સીસીટીવી સામે આવતાં ઘટના ઉજાગર બની છે.
માતા-દીકરાને માર માર્યો
કામરેજના ખોલવાડ ગામે નજીવી બાબતમાં બેટ વડે હુમલો થયો હતો. ક્રિકેટ રમવાની બાબતે બબાલ થઈ હતી. એક યુવકે બેટ વડે અન્ય યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. માથાના ભાગે પીઠના ભાગે કમરના ભાગે હુમલો કરવામાં આવ્યો હતો. દીકરા પર હુમલો થતાં માતા દોડી આવી હતી. તો તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
યુવકને ગંભીર રીતે ઈજા
બેટના ફટકા પડતાં યુવક સ્થળ પર જ ઢળી પડ્યો હતો. સ્થાનિકોએ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. હુમલામાં ઘાયલ યુવકનો જીવ બચી ગયો હતો. બેટ વડે મારામારીના સીસીટીવી સામે આવ્યા છે. રાહુલસિંહ નામનો આરોપી હુમલો કરી ફરાર થઈ ગયો હતો.







