રાજકોટમાં ધરપકડ દરમિયાન પોલીસકર્મીઓ અને PCR પર હુમલો કરનાર રીઢો ગુનેગાર માજીદ ઝડપાયો
રાજકોટ જિલ્લામાં ભિસ્તીવાડ વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ પર હુમલાન

રાજકોટ જિલ્લામાં ભિસ્તીવાડ વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા પ્રદ્યુમનનગર પોલીસ પર હુમલાને મામલે ઘટનાના મુખ્ય આરોપી માજીદ ઉર્ફે ભાણુને SOG એ ઝડપી પાડ્યો છે. તેમજ SOG પોલીસ દ્વારા માજિદને ભિસ્તીવાડમાં ઘટના સ્થળે લઈ જઈ રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે મુખ્ય આરોપી માજીદ એ રીઢો ગુનેગર છે અને તેના પર અઢળક ગુનાઓ પણ નોંધવામાં આવ્યા છે.
રી કન્ટ્રક્શન દરમિયાન આરોપી કાન પકડી માફી માંગતો જોવા મળ્યો હતો. માજિદ ઉપર અપહરણ, ખંડણી, મારામારી સહિત અનેક ગુના નોંધાયેલા તેમજ માજીદ ગુજસીટોકનો આરોપી પણ છે. એવામાં પ્રદ્યુમનનગર પોલીસ પકડવા ગઈ ત્યારે રાત્રીના સમયે પોલીસકર્મીઓ અને પોલીસ PCR પર માજિદ સહિત તેના સાગરીતોએ હુમલો કર્યો હતો. અગાઉ પ્રદ્યુમનનગર પોલીસે માજીદના ત્રણ સાગરીતોની ધરપકડ કરી છે.




