મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

'ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર', અમિત ચાવડાના વાયરલ પત્રિકાને લઇને નીતિન પટેલ પર પ્રહાર

ગુજરાત વિપક્ષના નેતા અમિત ચાવડાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર એક વાયરલ પત્રિકાને લઇને પ

'ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર', અમિત ચાવડાના વાયરલ પત્રિકાને લઇને નીતિન પટેલ પર પ્રહાર

ગુજરાત વિપક્ષના નેતા અમિત ચાવડાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર એક વાયરલ પત્રિકાને લઇને પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ નીતિન પટેલે થોડા સમય પહેલા કરેલા બે પ્રકારના ઘોડાને લઇને જવાબ આપ્યો છે.

અમિત ચાવડાએ સોશિયલ મીડિયા એક્સ પર એક વાયરલ પત્રિકાનો સ્ક્રિન શોટ શેર કર્યો છે જેમાં અમિત ચાવડાએ લખ્યુ કે, "ભાજપના પાંજરાપોળમાં મોકલેલા ઘોડાઓને ખુલ્લો પડકાર. ગુજરાત ભાજપની આંતરિક લડાઇ ચરમસીમાએ." આ સાથે નીતિન પટેલને હેશટેગ પણ વાપરવામાં આવ્યો છે.

શું છે વાયરલ પત્રિકામાં?

કડીના પૂર્વ APMC ડિરેક્ટર રમેશ બચુભાઇ પટેલના નામથી એક પત્રિકા વાયરલ થઇ છે જેમાં તેમને જાહેર ખુલાસા સાથે 1 કરોડના ઇનામની જાહેરાત કરી છે. રમેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરૂદ્ધ કરેલા આક્ષેપોને ખોટા સાબિત કરી બતાવવા પર એક કરોડના ઇનામની જાહેરાત કરી છે.

પૂર્વ APMC ડિરેક્ટરે શું કહ્યું?

પૂર્વ APMC ડિરેક્ટર રમેશ બચુભાઇ પટેલે કહ્યું કે, અમારૂ ગામ 2012થી કડી વિધાનસભામાં આવ્યું ત્યારથી આજ સુધી કડી ભાજપમાં સક્રિય રીતે કામ કરું છું તે દરમિયાન પાર્ટી વિરૂદ્ધનું કોઇ કાર્ય કર્યુ હોય કે કોઇ કાર્યકર સાથે ઉદ્ધતાઇ કે ગેરવર્તણૂક કરી હોય તે સાબિત કરનારને 1 કરોડનું ઇનામ...

  • 2018થી 2023 સુધી મારા APMC ડિરેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન મેં કોઇ ભ્રષ્ટાચાર કર્યો હોય, ખેડૂતોને કે કિસાન સંઘને મદદ ના કરી હોય કે કોઇ કાર્યકર, અરજદાર કે ગામડાના સામાન્ય માણસ સાથે ગેરવર્તણૂક, ઉદ્ધતાઇ કે લાંચ લીધી હોય તે સાબિત કરનારને 1 કરોડનું ઇનામ...
  • 2015માં પાટીદાર અનામત આંદોલનના શરૂઆતથી 2017માં આંદોલનના અંત સુધી જ્યારે ભાજપના અન્ય નેતાઓ મોં સંતાડતા હતા એવા વખતે મેં નીતિનભાઇ પટેલ તથા ભાજપ સરકારના સમર્થનમાં ઢાલ બનીને જીવના જોખમે અસંખ્ય કાર્યક્રમો આપ્યા હતા ને સરકારના સમર્થનમાં કામ કર્યું હતું જેના ફળની સજા આજે મને નીતિનભાઇ જેવા નેતા આપી રહ્યા છે જો તે ખોટું સાબિત કરે તેને 1 કરોડનું ઇનામ...
  • 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને હરાવવાના હથકંડા હોય કે 2024 લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને કડીમાંથી લીડ ઓછી મળે એવી બદનિયત કોની હતી તેની સમગ્ર માહિતી કડી ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરો સારી રીતે જાણે છે. આ બન્ને ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારને જીતાડવા નીતિનભાઇએ એક પણ સભા કરી નથી. ઉલટાનું 2022માં કડી વિધાનસભામાં ભાજપને હરાવવા કોંગ્રેસના નેતાઓ સાથે એમના મળતિયાઓએ સાંઠગાંઠ કરેલ તથા ચૂંટણી ફંડ આપ્યું હોઇ શકે તેની તપાસ થવી જોઇએ."

આ સમાચાર શેર કરો