ગેસની બોટલ ચોરીની પૂછપરછ કરવા જતા સુરતના કડોદરામાં હુમલો, પિતા ઈજાગ્રસ્ત-પુત્રનું મોત
સુરતના કડોદરામાં અસામાજીક તત્વોએ નજીક બાબતે થયેલા બબાલમાં એક દુકાન ધારક અને તેન

સુરતના કડોદરામાં અસામાજીક તત્વોએ નજીક બાબતે થયેલા બબાલમાં એક દુકાન ધારક અને તેના પુત્ર ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં દુકાનદારના પુત્રને ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. દુકાનદારને ત્યાં ગેસના સિલિન્ડરની ચોરી અંગે પૂછવા જતા બે ઈસમોએ હુમલો કર્યો હતો. ઘટનાના સીસીટીવીના આધારે હત્યા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગેસની બોટલ ચોરીની પૂછપરછમાં હુમલો
ગુનાખોરીનું હબ બની ગયેલા કડોદરામાં ફરીવાર એક લોહિયાળ ઘટના બની હતી. શ્રી બાલાજી રેસિડેન્સીમાં રહેતા રાકેશભાઈ મોદી કરિયાણાની દુકાનમાં ગેસના બોટલની ચોરી અંગે પૂછપરછ કરતાં લોઢાણીયા અને કાલુ નામના યુવકોએ ઉશ્કેરાયા હતા. પિતા રાકેશ મોદી તેમજ તેમની 25 વર્ષીય પુત્ર પ્રતીક મોદી ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી બન્નેને ઇજા પહોંચાડી હતી. જે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
હુમલામાં પિતાનું મોત
હુમલામાં બાપ દીકરાને ગંભીર ઇજા થતાં તેઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પુત્ર પ્રતીક રાકેશ મોદીનું મોત નીપજ્યું હતું. જ્યારે પિતા રાકેશ કુલવંત મોદી ગંભીર રીતે ઘાયલ છે. આરોપી લોકણીયા અને કાલુ વૈભવ લક્ષ્મી સોસાયટીમાં રહેતા હોવાની વિગત સામે આવી છે. હત્યા કરનાર લોઢાણિયા અને કાલુ આ વિસ્તારમાં દાદાગીરી અને લોકોને હેરાનગતિ કરતા હોવાની પણ રહીશોએ ફરિયાદ કરી હતી. હાલ બન્ને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા છે.








