મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

KHEDA : માતરના વસો ગામમાં ગણેશ વિસર્જન યાત્રા મસ્જિદ પાસેથી નીકળતા હુમલો, પોલીસકર્મી ઈજાગ્રસ્ત

Kheda News : રાજ્યમાં આજે ઠેર ઠેર ગણેશ વિસર્જન કાર્યક્રમો થઈ રહ્યા છે. આ દરમિયાન અમુક

KHEDA : માતરના વસો ગામમાં ગણેશ વિસર્જન યાત્રા મસ્જિદ પાસેથી નીકળતા હુમલો, પોલીસકર્મી ઈજાગ્રસ્ત

Kheda News : રાજ્યમાં આજે ઠેર ઠેર ગણેશ વિસર્જન કાર્યક્રમો થઈ રહ્યા છે. આ દરમિયાન અમુક  જગ્યાએ ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન મારામારી અને હુમલાની ઘટના ઘટી છે. હિંમતનગરમાં જૂથ અથડામણની ઘટના ઘટી તો ખેડા જિલ્લાના માતર તાલુકાના વસો ગામમાં ગણેશ વિસર્જન યાત્રા પર હુમલો થયો હતો. 

ગણેશ વિસર્જન યાત્રા મસ્જિદ પાસેથી પસાર થતા હુમલો 

માતર તાલુકના વસો ગામમાં ગણેશ વિસર્જન યાત્રા મસ્જિદ પાસેથી પસાર થતા મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હતો, જે બાદ મારામારીની ઘટના સર્જાઈ હતી, જેમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો.

ઘટનાની જાણ થતા એસપી, ડીવાયએસપી સહિત એસ.ઓ.જી, એલસીબી, વસો પોલીસ, નડિયાદ પોલીસ, માતર પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. વસો ગામમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન જૂથ અથડામણ

ગણેશ વિસર્જન દરમિયાન હિંમતનગરના ઈડર સ્ટેટ હાઈવે પર ન્યાય મંદિર વિસ્તારમાં લગાવેલા હોર્ડિંગ પર બે જૂથો વચ્ચે ઝંડાના વિષયને લઈને ઘર્ષણ થયું હતું. 

એક જૂથ દ્વારા લગાવવામાં આવેલા ઝંડાને બીજા જૂથે ઉતારી લેતા અથડામણ થઈ હતી. બે જૂથો વચ્ચેની અથડામણની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ DYSP સહિતના અધિકારીઓ ન્યાયમંદિર વિસ્તારમાં દોડી આવ્યા હતાં. ગણેશ વિસર્જનને લઈને મોટી સંખ્યામાં આ વિસ્તારે લોકોના ટોળા પણ ઉમટ્યાં હતાં.

આ સમાચાર શેર કરો