મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગરમાં ડોક્ટર પર હુમલો, સિહોરમાં ખાનગી હોસ્પિટલમાં બની ઘટના

Bhavnagar News : કલકત્તામાં ડોક્ટર પર બળાત્કાર અને મર્ડરની ઘટના બાદ સમગ્ર દેશમાં ડોક્ટર પરના હુમલાઓ અંગે વ

ભાવનગરમાં ડોક્ટર પર હુમલો, સિહોરમાં ખાનગી હોસ્પિટલમાં બની ઘટના

Bhavnagar News : કલકત્તામાં ડોક્ટર પર બળાત્કાર અને મર્ડરની ઘટના બાદ સમગ્ર દેશમાં ડોક્ટર પરના હુમલાઓ અંગે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે તેવામાં ભાવનગરમાં ડોક્ટર પર હુમલાની ઘટના ઘટી છે. સિહોરમાં ખાનગી હોસ્પિટલમાં આ ઘટના બની છે. 

દર્દીના સગાએ ડોક્ટરને ઢોર માર માર્યો 

સિહોરની ખાનગી શ્રેયા હોસ્પિટલમાં દર્દીના સગાએ હોસ્પિટલના ડોક્ટરને ઢોર માર માર્યો છે. આ સમગ્ર ઘટના 12-9-2024ની છે.દર્દી સાથે આવેલ વ્યક્તિને ચપ્પલ બહાર ઉતારવાનું કહેતા ડોક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. દર્દીના સગાએ  ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરતા ડોક્ટર જલદીપસિંહ ગોહિલ ઉપર હુમલો કરી માર માર્યો  હતો. ડોક્ટર પર હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે. 

ડોક્ટરો દ્વારા એસપીને રજૂઆત કરાઈ 

સિહોરમાં ડોક્ટર પર હુમલાની આઘટના બાદ ડોક્ટરોમાં ફરી એક વખત રોષ ભભૂકી ઉઠ્યો છે. આ ઘટના અંગે ડોક્ટરો દ્વારા  ભાવનગર એસપીને રજૂઆત કરવામાં આવી છે અને મારનાર વ્યક્તિઓ ઉપર કડક પગલાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો