અમદાવાદ: હવે અટલ બ્રિજ પર આટો મારવો મોંઘો પડશે, ટિકિટમાં કરાયો વધારો
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા અટલ ફૂટ ઓવરબ્રિજ રોજ હજારો લોકો મુલાકાત લે છે. ત્યારે હવે દિવાળીના તહેવાર ટાણે જ એએમ

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા અટલ ફૂટ ઓવરબ્રિજ રોજ હજારો લોકો મુલાકાત લે છે. ત્યારે હવે દિવાળીના તહેવાર ટાણે જ એએમસીએ અટલબ્રિજની ટિકિટમાં વધારો કર્યો છે. એકઝાટકે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
વયસ્ક વ્યક્તિએ હવે 50 રૂપિયા ચુકવવા પડશે
અટલ બ્રિજમાં અત્યાર સુધી વયસ્ક વ્યક્તિ માટે 30 રૂપિયા ચાર્જ હતો. જેની જગ્યાએ હવે 50 રૂપિયા ચુકવવા પડશે. જ્યારે 3થી 12 વર્ષના વ્યક્તિ તેમજ સિનિયર સિટિઝન માટેનો ચાર્જ 15 રૂપિયાની જગ્યાએ 30 રૂપિયા કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા અટલ ફૂટ ઓવરબ્રિજ પર પર આવતા 12 વર્ષથી ઉપરના લોકો માટે હવે ટિકિટના દર 50 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે 3થી 12 વર્ષ અને 60 વર્ષથી વધુ વયના લોકો માટે ટિકિટના દર 30 રુપિયા કરવામાં આવ્યા છે. જોકે, વિકલાંગો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે.
બે વર્ષ બાદ ટિકિટના ભાવમાં વધારો કરાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ઓગસ્ટ 2022ના રોજ અટલ બ્રિજનું લોકાપર્ણ કર્યું હતું. ત્યારથી આ બ્રિજ પર મુસાફરોની અવિરત સરવાણી ચાલી રહી છે. જોકે, હવે બે વર્ષ બાદ એએમસીએ ટિકિટના ભાવમાં વધારો કર્યો છે.
રિવરફ્રન્ટના ગાર્ડનોમાં ફરવું બન્યું મોંઘુ
આ અગાઉ રિવરફ્રન્ટ ઉપર આવેલા ગાર્ડનમાં 12 વર્ષથી નીચેના માટે પ્રવેશ ફી અગાઉ રુપિયા પાંચ હતી તે હવે રુપિયા દસ કરાઈ છે. 12 વર્ષથી વધુની વ્યકિત માટે એન્ટ્રી ફી રુપિયા દસના બદલે વીસ ચૂકવવી પડશે. બાયોડાયવર્સીટી પાર્કમાં 12 વર્ષથી વધુની વયનાએ મુલાકાત લેવા હવે રુપિયા ત્રીસ સુધીનો વધારોચૂકવવો પડશે.








