સુરતમાં વ્યાજખોરોના અત્યાચારની ચરમસીમા, 6 લાખની મૂડી સામે 5 વર્ષમાં 6 ગણા રૂપિયા વસૂલી આપ્યો માનસિક ત્રાસ
સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ વ્યાજખોરો સામે ખાસ મૂહિમ હાથ ધરવામાં આવી છે. ત્યારે વ

સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ વ્યાજખોરો સામે ખાસ મૂહિમ હાથ ધરવામાં આવી છે. ત્યારે વ્યાજખોરો પણ ચરમસીમા વટાવતું વ્યાજ વસૂલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. એક પછી એક કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે વ્યાજખોરો આપેલા રૂપિયાના બદલામાં આકરું વ્યાજ વસૂલ્યા બાદ પણ માનસિક ત્રાસ આપવાનું ચાલું રાખતાં હોય છે. ત્યારે આવા વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યાં છે.
6 ગણા રૂપિયા વસૂલ્યા
6 લાખની સામે 36 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ વધુ પૈસાની માંગણી કરનાર વ્યાજખોરની રાંદેર પોલીસે ધરપકડ કરી છે. વ્યાજખોર વિજય નટવર ગરીબની નાનપુરાથી ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીએ આરોપી પાસેથી 5 વર્ષ પેહલા 6 લાખ રૂપિયા લીધા હતા. જેમાં ફરિયાદીએ 5 વર્ષમાં 6 લાખની જગ્યાએ આરોપીને 36 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આરોપીને 36 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ ફરિયાદી પાસે વધુ પૈસાની માંગણીઓ કરવામાં આવતી હતી.
ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલાતું
આરોપી દ્વારા ફરિયાદીને સતત ફોન કરીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અંતે ફરિયાદીએ આરોપી વિરુદ્ધમાં રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીનો એક હપ્તો પણ ચૂકવાનો રહી જતો હતો. ત્યારે તેની ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ લગાવવામાં આવતું હતું.






