19 ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર, 20 ફેબુઆરીએ બજેટ થશે રજૂ
19 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું ત્રીજુ બજેટસત્ર મળશે.

19 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાનું ત્રીજુ બજેટસત્ર મળશે. 20 ફેબુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ થશે.
બજેટ રજૂ થયા બાદ બજેટ સત્રમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે અને વિકાસના નવા રસ્તાઓ પર વિચાર કરવામાં આવશે.
20 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ
વિધાનસભામાં બજેટ સત્ર ખુબ મહત્વપૂર્ણ હોય છે. બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. બજેટ પર સમગ્ર રાજ્યની નજર રહેતી હોય છે. બજેટમાં સરકાર જનતાને રાહત મળે તે માટે કઈ-કઈ જાહેરાત કરે તે જાણવા માટે લોકો આતૂર હોય છે.
અગાઉનું બજેટ
છેલ્લા વર્ષમાં રાજ્ય સરકારે 3.32 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. તે બજેટ, જેને “દ્રઢ વિકાસ અને ભવિષ્યના સંકલ્પ” તરીકે ઓળખવામાં આવ્યું હતું, એ મુખ્યત્વે કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કેન્દ્રિત હતું. વિવિધ યોજનાઓના અમલથી રાજ્યના નાગરિકોને ખાસ લાભ મળ્યો હતો.
1 ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રનું બજેટ
કેન્દ્ર સરકારનું બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.








