મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્કૂલ શરૂ થતાં જ ભૂલકાઓનાં પગની છાપ લેવાઈ, વાહનમાં કેપેસિટી કરતાં વધુ વિદ્યાર્થી બેસાડાયાનું ચેકિંગમાં આવ્યું સામે

આજથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ છે. ઉનાળું વેકેશનમાં ભેંકાર ભા

સ્કૂલ શરૂ થતાં જ ભૂલકાઓનાં પગની છાપ લેવાઈ, વાહનમાં કેપેસિટી કરતાં વધુ વિદ્યાર્થી બેસાડાયાનું ચેકિંગમાં આવ્યું સામે

આજથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ છે. ઉનાળું વેકેશનમાં ભેંકાર ભાસતી શાળાઓ વિદ્યાર્થીઓના કલબલાટથી ગુંજી ઉઠી છે. ત્યારે શાળામાં પ્રથમવાર પગલાં પાડનારા ભૂલકાઓના પગની છાપ લેવામાં આવી હતી. જ્યારે આરટીઓ દ્વારા નિયમોના પાલન થાય છે કે કેમ તે અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા વાહનચાલકોએ નિયત સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા હતાં. તો ઘણા નિયમો મુજબ ચાલતાં હોવાનું સામે આવ્યું છે.

ભૂલકાનું અદકેરું સ્વાગત

શહેરની ખાનગી અને પાલિકા સંચાલિત શાળાઓમાં પ્રથમવાર શાળાએ આવેલા ભૂલકાઓનું અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્યાંક ઢોલ નગારા સાથે બાળકોના સ્વાગત કરવામાં આવ્યાં હતાં. તો પહેલીવાર ઘર છોડીને શાળાએ આવેલા રડતાં બાળકોને શાંત કરવા રમકડાં આપવાની સાથે સાથે ચોકલેટ આપીને સ્વાગત કરાયા હતાં.

સ્કૂલ વાહનોનું ચેકીંગ

વહેલી સવારથી આરટીઓની વિવિધ ટીમો દ્વારા શહેરની શાળાઓમાં લાવવામાં આવતાં વિદ્યાર્થીઓના વાહનોની તપાસ કરવામાં આવી હતી. વાહનોની સ્પીડથી લઈને નિયમોના ઉલ્લંઘન થઈ રહ્યાં છે કે કેમ તે જાણવા પ્રયાસ કરવામાં આવ્યાં હતાં.જેમાં ઘણા વાન ચાલકોમાં નિયત કરતાં વધારે વિદ્યાર્થી જોવા મળ્યાં હતાં. જ્યારે મોટાભાગના રિક્ષાથી લઈને બસ સહિતના ચાલકો નિયમો પાળતાં હોવાનું પણ ખુલ્યું હતું.

વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટીના પાઠ ભણાવાયા

ઘણી શાળામાં વિદ્યાર્થીઓને પહેલાં જ દિવસે ફાયર સેફ્ટી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગ લાગે ત્યારે ફાયરના સાધનમાં ફાયર એસ્ટીંગ્યુશરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ સમજ અપાઈ હતી. સાથે જ આગ લાગે કે તે પ્રકારની કોઈ ગતિવિધી સામે આવે તો શું કરવું અને કેવી રીતે બચાવ કરતો તે અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો